Sabarkantha Rain: સાબરકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનુસાર સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જોકે ગુરુવારે જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ કેટલાક વિસ્તારમાં વરસ્યો હતો.

Sabarkantha Rain: સાબરકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદ
Unseasonal rains in Vadali
Follow Us:
| Updated on: Apr 27, 2023 | 10:31 PM

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના વડાલી વિસ્તારમાં સાંજના સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ચિંતા વ્યાપી હતી. બુધવારે પણ જિલ્લામાં આવી જ રીતે વાતાવરણમાં પલટો સર્જાતા ખેડૂતોના જીવ ઉંચા થયા હતા. જોકે ગુરુવારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ચિંતા સર્જાઈ હતી.

કાળઝાળ ગરમી ભર્યા ઉનાળાના દિવસોમાં હજુ પણ કમોસમી વરસાદની ચિંતામાં ઘટાડો થઈ રહ્યો નથી. છેલ્લા દોઢેક માસમાં ત્રીજી વાર કમોસમી વરસાદને લઈ ચિંતાઓ વ્યાપી છે. અગાઉ પણ કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ મોટુ નુક્શાન વેઠ્યુ હતુ અને જેને લઈ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ત્યાં હવે ફરીથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને વધુ એક ફટકો પડ્યો છે. આ પહેલા પણ કમોસમી વરસાદ સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં વરસાવાને લઈ મોટુ નુક્શાન ખેતી અને અન્ય નાના ઉદ્યોગ ધંધાને પહોંચ્યુ હતુ. ખેડૂતોના નુક્શાનનો સર્વે પણ ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Yashasvi Jaiswal, IPL 2023: ધોની રિવ્યૂ સિસ્ટમ નિષ્ફળ ! યશસ્વી જયસ્વાલે કરી દીધી જમાવટ-Video

વડાલી પંથકમાં વરસાદ

બુધવારે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા વરસ્યા હતા. ખેડૂતોનો જીવ જેને લઈ ઉંચો જ હતો, ત્યાં ગુરુવારે પણ ફરીથી વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો. જેને લઈ ખેડૂતોને ફરી એકવાર ચિંતા છવાઈ હતી. જોકે જિલ્લાના ઉત્તરીય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને સમસ્યા સર્જાઈ  હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વડાલી તાલુકાના કેટલાક વિસ્તારોમાં બપોરબાદ વાતાવરણ પલટતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વડાલીના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને થુરાવાસ, વડગામડા અને હિંમતપુર વિસ્તારમાં વરસાદી માહોલ થયો હતો. વડાલી વિસ્તારના શાકભાજી અને અન્ય પાકના ખેડૂતોને માટે ચિંતા છવાઈ ગઈ હતી. ખેડૂતોએ વરસાદને લઈ પાકમાં નુક્શાનની ચિંતા વ્યાપી છે. આ ઉપરાંત પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જવા પામ્યો છે.

આ પણ વાંચોઃ Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની ‘દાંડીયા તોડ’ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">