ગાંધીનગર વીડિયો : સેન્ટ્રલ વિસ્ટા ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકોનો વિરોધ, કાયમી ભરતીની કરી માગ

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને કેટલીક ખાતરી આપવામાં આવી હતી. આજે ધરણા કરનાર શિક્ષકોનું કહેવુ છે કે તેમને જે ખાતરી આપવામાં આવી હતી, તેનો અમલ કરવામાં નથી આવ્યો. સૌથી મહત્વનો મુદ્દો જુની પેન્શન યોજનાનો છે. આ સાથે જ અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ ગુજરાત સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 1:54 PM

ગાંધીનગરમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ દેખાવો કર્યા છે. સેન્ટ્રલ વિસ્ટા ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા હતા. સરકારે આપેલી ખાતરીનો અમલ નહીં થતા રોષે ભરાયેલા શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સરકારે આપેલી ખાતરીનો અમલ કરવામાં આવે તેવી પ્રાથમિક શિક્ષકોએ રજૂઆત કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને કેટલીક ખાતરી આપવામાં આવી હતી. આજે ધરણા કરનાર શિક્ષકોનું કહેવુ છે કે તેમને જે ખાતરી આપવામાં આવી હતી, તેનો અમલ કરવામાં નથી આવ્યો. સૌથી મહત્વનો મુદ્દો જુની પેન્શન યોજનાનો છે. આ સાથે જ અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ ગુજરાત સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો- વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રેસિંગ રુમનો નવો વીડિયો આવ્યો સામે, શમીને ગળે લગાવી પીઠ થપથપાવી કહ્યું બહોત અચ્છા કીયા ઈસ બાર, જુઓ વાતચીતનો વીડિયો

દોઢ વર્ષ પહેલા ગુજરાત સરકાર આ તમામ મુદ્દા પર એકમત થઇ હતી.જો કે ધરણા કરનાર શિક્ષકોનો આરોપ છે કે હજુ સુધી તેનો અમલ થયો નથી.જો કે બીજી તરફ વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">