Ahmedabad : વરસાદ બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં કમર તોડ ખાડા ! અનેક વાહનો ફસાયા, જુઓ Video
છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારો ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદ વરસતા જ ખાડાઓનું રાજ જોવા મળ્યું હતું. શહેરના અનેક રસ્તાઓ પર ખાડાઓ જોવા મળ્યા છે.
છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારો ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદ વરસતા જ ખાડાઓનું રાજ જોવા મળ્યું હતું. શહેરના અનેક રસ્તાઓ પર ખાડાઓ જોવા મળ્યા છે. પાલડી વીએસ હોસ્પિટલથી ટાઉનહોલ સુધી ખાડા જ ખાડા જોવા મળ્યા છે. શહેરની મધ્યમાંથી પસાર થતા આશ્રમ રોડ પણ જર્જરીત થયા છે. ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 72 કલાકમાં ખાડાઓ પૂરવાની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા છે.
ભારે વરસાદથી રસ્તાઓ પર ખાડારાજ
બીજી તરફ અમદાવાદના નિકોલના સરદાર ચોક પાસે ટ્રક ખાડામાં ફસાયો છે. ભારે વરસાદ બાદ રસ્તાની હાલત ખખડધજ બની છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રોડનો ડામર પણ નીકળી ગયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તંત્રની નબળી કામગીરીને કારણે નાગરિકોને મુશ્કેલી થઈ રહી છે.
