પોરબંદર: ખાનગી સ્કૂલ બસમાં શોર્ટસર્કિંટ થતા લાગી આગ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ, જુઓ વીડિયો
પોરબંદરની ખાનગી સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ખાનગી સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓને લઈને જતા હતા તે સમયે દરમિયાન આગ લાગી છે. બેટરીમાં અચાનક શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે પોરબંદરની ખાનગી સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ખાનગી સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓને લઈને જતા હતા તે સમયે દરમિયાન આગ લાગી છે. બેટરીમાં અચાનક શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓનો બચાવ કરવામાં આવ્યો છે. તેમજ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે.
બીજી તરફ આ અગાઉ સુરતના અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર અચાનક સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. કારમાં લાગેલી આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની મદદ લેવાની ફરજ પડી હતી. સૂત્રો અનુસાર આ કાર ઘણા સમયથી પાર્ક હતી જેમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની પળોમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
