પોરબંદર કોંગ્રેસમાં એક બાદ એક પડ્યા રાજીનામા, અર્જુન મોઢવાડિયાનો પ્રહાર, ચૂંટણી પછી કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે- વીડિયો

|

Mar 09, 2024 | 11:10 PM

ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પર આકરા મુડમાં જોવા મળી રહ્યા છે.  પોરબંદર બેઠક પર મોઢવાડિયાના રાજીનામા બાદ આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક લોકોએ રાજીનામા આપ્યા. ઉપરથી મોઢવાડિયા કહી રહ્યા છે કે રાહુલે ન્યાય યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ..નહી તો પાર્ટી શોધ્યા બાદ પણ નહી મળે.

ભાજપમાં ભરતી મેળો સતત ચાલું છે અને સામે કોંગ્રેસ અલગ અલગ જિલ્લાઓમાં તૂટી રહી છે. ખાસ કરીને મોટા નેતાઓ જો પક્ષપલટો કરે તો પછી તેની અસર નાના નેતાઓ અને જિલ્લા સ્તરે થતી હોય છે. આ સિલસિલામાં સૌથી પહેલું નામ આવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાનું. અર્જૂન મોઢવાડિયા હવે બરાબર એટેકિંગ મોડ પર આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પક્ષપલટા બાદ પ્રથમ વાર પોરબંદર પહોંચેલા મોઢવાડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. મોઢવાડિયાએ જણાવ્યુ કે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાના બદલે કોંગ્રેસ જોડો ન્યાય યાત્રા કરવી જોઈએ નહીં તો ચૂંટણી પછી પાર્ટી શોધી પણ નહીં મળે.

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામ મેપા ઓડેદરાએ આપ્યુ રાજીનામુુ

પોરબંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ તેમની પાછળ જાણે કે પોરબંદર કોંગ્રેસ આખુ રાજીનામા તરફ આગળ વધ્યું છે. જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. જિલ્લાના તમામ મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે. સાથે જ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામ મેપા ઓડેદરાએ પણ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડીયા સાથે તમામે બેઠક પણ કરી હતી. રાજીનામા બાદ પક્ષ પલટો કરનાર લોકોનું માનવું છે કે કોંગ્રેસના નિર્ણયો અને નિતીઓને લીધે તેઓ રાજીનામું આપી રહ્યા છે.

મહત્વનું છે કે પોરબંદર બેઠક પર કોંગ્રેસના મોટા માથા તરીકે અર્જુન મોઢવાડિયા કાર્યરત હતા હવે જ્યારે તેઓ ભાજપમાં છે અને આ પ્રકારે પોરબંદર કોંગ્રેસ તૂટી રહી છે તો સ્વભાવિક રીતે તેનો ફાયદો ભાજપને થશે. ભાજપના પોરબંદરથી ઉમેદવાર મનસુખ માંડવિયા છે ત્યારે આગામી સમયમાં તેઓને જંગી જીત મળશે તેવું મોઢવાડિયાનું પણ કહેવું છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

જો 2019ના પોરબંદરના પરિણામોની વાત કરીએ તો ભાજપે આ બેઠક 2 લાખ 29 હજારના માર્જિનથી જીતી હતી. આ વખતે 2019ના સાંસદ રમેશ ધડૂકની ટિકિટ કપાઈને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયા પોતે લડી રહ્યા છે ત્યારે ભાજપ આ સીટના માર્જિનને હજી પણ વધારવા માંગે છે. સામે કોંગ્રેસના ઉમેદવાર હજી સુધી જાહેર નથી થયા ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ આ બેઠક પરનો જંગ વધુ રસપ્રદ બનશે..જોવું રહ્યુ કે પોરબંદરમાં સતત તૂટતી કોંગ્રેસની કમાન કોણ સંભાળે છે.

આ પણ વાંચો: નેત્રંગમાં રાહુલ ગાંધીએ ફરી ખેલ્યુ કાસ્ટ સેન્સસ કાર્ડ, કહ્યુ આદિવાસીઓને વસ્તી મુજબ મળવી જોઈએ હિસ્સેદારી – જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article