પાટણ: સિદ્ધપુરના પ્રખ્યાત કાત્યોક મેળામાં વરસાદ બન્યો વિઘ્ન, ભારે પવનથી અનેક સ્ટોલ થયા ધરાશાયી
પાટણ: પાટણના સિદ્ધપુરના કાત્યોક મેળા પર વરસાદ સંકટ બનીને આવ્યો છે. ભારે વરસાદને કારણે મેળા સ્થળે પાણી ભરાયા છે. તો બીજી તરફ ભારે પવન ફુંકાતા અનેક સ્ટોલ ધરાશાયી થયા હતા. મેળામાં ઉભા કરેલા સ્ટોલ સંચાલકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે.
રાજ્યભરમાં રવિવારના દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. જેમા પાટણ જિલ્લામાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી. પાટણના સિદ્ધપુરમાં દર વર્ષે ભરાતા કાત્યોકના મેળા પર આ વર્ષે વરસાદી સંકટ ફરી વળ્યુ છે. ભારે વરસાદના કારણે મેળાના સ્થળે પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત તોફાની પવન ફુંકાવાને કારણે મોટાભાગના સ્ટોલ ધરાશાયી થયા છે. વરસાદને કારણે કાત્યોક મેળામાં વીજ પૂરવઠો પણ તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવાયો છે. જેના કારણે મેળો બંધ રાખવાની ફરજ પડી.
વરસાદને કારણે સ્ટોલ સંચાલકો મેળો છોડવા બન્યા મજબુર
મેળામાં ઉભા કરેલા સ્ટોલ સંચાલકોને પણ મોટુ નુકસાન પહોંચ્યુ છે. સ્ટોલ સંચાલકો મેળો છોડી ઘરે પરત ફરવા મજબુર બન્યા હતા. આ તરફ સિદ્ધપુર શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો. સાંતલપુરમાં 2 કલાકના વિરામ બાદ ફરી વરસાદ પડ્તા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પાટણના સાંતલપુરમાં હેવી વીજ લાઈનના થાંભલા ધરાશાયી થયા છે. માનપુરા અને ડાભી ઉનરોટ ગામ વચ્ચે ભારે પવનથી વીજ થાંભલા પડ્યા હતા. વીજ થાંભલા ધરાશાયી થતા વીજપૂરવઠો ખોરવાયો હતો.
આ પણ વાંચો: પાટણ: ખારેડા ગામે વીજળી પડતાં ઘાસચારામાં લાગી આગ, જુઓ વીડિયો
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો