વીડિયો : શિયાળાની જમાવટ વચ્ચે ગુજરાતમાં પડશે વરસાદ, હવામાનના જાણકાર અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જો કે આ વચ્ચે હવામાન જાણકાર અંબાલાલ પટેલે ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડશે.
ગુજરાતમાં શિયાળાની શરુઆત બાદ હવે ઠંડી જમાવટ કરવા લાગી છે. વહેલી સવારે હવે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. લોકોએ સવારે અને સાંજના સમયે સ્વેટર અને જેકેટ પહેરવાની ધીમે ધીમે શરુઆત કરી દીધી છે. જો કે આ વચ્ચે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ થવાની આગાહી કરી છે.
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જો કે આ વચ્ચે હવામાન જાણકાર અંબાલાલ પટેલે ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો- અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ વિવાદમાં રહેલી એજન્સીને ફરીથી સોંપાયો
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણામાં કમોસમી વરસાદ પડી શકે છે. શિયાળાની શરૂઆત થતાં તાપમાન ઘટશે. જો કે તેમના જણાવ્યા અનુસાર ઘઉ સહિતના શિયાળા પાકની સ્થિતિ સુધરશે.