અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ વિવાદમાં રહેલી એજન્સીને ફરીથી સોંપાયો

પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મોહિની કેટરર્સ વિવાદમાં આવ્યા બાદ તેનુ ટેન્ડર રિન્યુ કરવામાં આવ્યુ નહોતુ. પરંતુ હવે ફરી એક વાર ટચ સ્ટોન ફાઉન્ડેશનને પ્રસાદ બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. અગાઉ ટચ સ્ટોન ફાઉન્ડેશન વિવાદમાં રહ્યુ હતુ અને હવે ફરીથી તે મોહનથાળનો પ્રસાદ બનાવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 11:48 AM

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને લઈ ભાદરવી પૂર્ણિમાના સમયે વિવાદ સર્જાયો હતો. કરોડો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલ અંબાજી મંદિરના પ્રસાદમાં શુદ્ધ ઘીના બદલે ભેળસેળ વાળુ ઘી ઉપયોગમાં લેવાને લઈ વિવાદ સર્જાયો હતો. લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા રુપ પ્રસાદને ભેળસળ ધરાવતા ઘીથી તૈયાર કરવાને લઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો

જોકે હવે વિવાદીત મોહિની કેટરર્સનુ ટેન્ડર રદ કરવામાં આવ્યા બાદ હવે ટચ સ્ટોન ફાઉન્ડેશનને પ્રસાદ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ટચ સ્ટોન ફાઉન્ડેશન પણ વિવાદમાં રહ્યુ હતુ. હવે તેને ફરીથી મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">