Rain News : અઠવાડિયાના વિરામ બાદ અરવલ્લી પંથકમાં વરસાદી માહોલ જામ્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદની શરુઆત થઈ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદની શરુઆત થઈ છે.
મોડાસાના લાલપુર, સબલપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તેમજ મેઘરજના રેલ્લાંવાડા, જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અઠવાડિયાના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી માત્ર સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતા છે. તેમજ વરસાદી વિરામ વચ્ચે રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાયો છે.