AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરશોત્તમ રુપાલાના વિવાદ વચ્ચે ભાજપ તરફથી આવ્યા મોટા સમાચાર, જુઓ વીડિયો

પરશોત્તમ રુપાલાના વિવાદ વચ્ચે ભાજપ તરફથી આવ્યા મોટા સમાચાર, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2024 | 8:05 PM
Share

ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને ટાંકિને સૂત્રોએ માહિતી આપી છે કે, ગુજરાતમાં પરશોત્તમ રુપાલાના મુદ્દે જે વિવાદ થયો છે તેને લઈને કોંગ્રેસ રાજકારણ કરી રહી છે. રૂપાલાને લઈને થયેલા વિવાદને શાંત પાડવા માટે પાર્ટીસ્તરે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટુક સમયમા બધુ શાંત થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને ટાંકિને સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પરશોત્તમ રુપાલા જ યથાવત રહેશે. ભાજપના ચૂંટણી ચિન્હ કમળ પર પરશોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડશે. આ સમગ્ર વિવાદને લઈને કોંગ્રેસે રાજકારણ શરુ કર્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. પરશોત્તમ રુપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ જાહેરમાં માફિ માગી હતી. આ મુદ્દે ગોંડલમાં ક્ષત્રિય સમેલન પણ યોજાયું હતું. ભાજપે, તેના ક્ષત્રિય નેતાઓને પણ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈને પરશોત્તમ રુપાલાના નિવેદન પ્રકરણમાં  બધુ થાળે પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

દરમિયાન આજે ક્ષત્રિય સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોએ સંકલન સમિતિના હોદ્દેદારોને સાંભળ્યા હતા. તેમની માંગણી અંગે પણ ચર્ચા કરાઈ હતી. પરંતુ બેઠકમાં કોઈ ફળદાયી નિર્ણય આવ્યો નહતો. જો કે ભાજપના ક્ષત્રિય આગેવાનોએ ક્ષત્રિય સંકલન સમિતિના પદાધિકારીઓને તેમની માગ અંગે પુનઃ વિચારણા કરવા માટે અપિલ કરી હતી.

લોકસભાની રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને લઈને કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે શરૂઆતમાં રાજકોટ, ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને હવે સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. ખુદ પરશોત્તમ રુપાલાએ વિવાદાસ્પદ નિવેદન અંગે માફિ માગી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના ઉમેદવાર સી આર પાટીલે પણ પરશોત્તમ રુપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજને બે હાથ જોડીને અરજ કરી હતી. પરંતુ આ વિવાદ શમવાને બદલે વધુ વકરી રહ્યો છે.

ભાજપના હાઈકમાન્ડે એવો સાંકેતિક નિર્દેશ આપ્યો છે કે, લોકસભાની રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રુપાલાને હટાવવામાં નહીં આવે. આ સમગ્ર મુદ્દે પરશોત્તમ રુપાલાએ જાહેરમાં માફિ માગી છે. સમગ્ર વિવાદને સમાપ્ત થવામાં હજુ થોડો સમય લાગશે. પાર્ટી હાઈકમાન્ડનું કહેવું છે કે, આ મુદ્દાને લઈને કોંગ્રેસ રાજકારણ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">