પંચમહાલ જિલ્લાની મુખ્ય સરકારી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસથી કાયમી ધોરણે સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ, કાનના ગળાના તબીબ તથા લાંબા સમયથી રેડિયોલોજિસ્ટની જગ્યા ખાલી છે.સ્વાભાવિક જ ગોધરા સિવિલ હોસ્પિટલમાં પંચમહાલ, મહીસાગર સહિત બાજુના રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકો પોતાની મુશ્કેલી કોને કહે તે એક સવાલ છે.તો આ તરફ સ્થાનિકોની સમસ્યા અંગે ગોધરા સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર એ વાત તો સ્વિકારે છે કે અહીં તબીબોની અછત છે.જોકે તેની સામે ભરતી માટેના પ્રયાસ ચાલુ હોવાનું તેમનું કહેવું છે.
ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે જ આરોગ્યની સેવા મફતમાં મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ બહાર પાડી છે.સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડ જેવી યોજના પણ અમલમાં મુકી છે પરંતુ હજી પણ પંચમહાલ જેવા અનેક જીલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની જ અછત છે જેના કારણે દર્દીઓ પરેશાન છે. પરંતુ ગરીબ દર્દીઓની સમસ્યા આ અહેવાલ થકી પણ બહેરા તંત્રને કાને પડશે તો તેમની રજૂઆત લેખે લાગશે