Video : રાજકોટમાં ધોળા દિવસે 30 લાખ રૂપિયાની લૂંટ, પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
રાજકોટના મિલપરા વિસ્તારમાં 30 લાખની લૂંટ કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. જેમાં ભોગ બનનાર યુવકે જ લૂંટનું તરકટ રચ્યુ હોવાનો ખુલાસો થયો છે. મંથન માંડવિયા નામના શખ્સે દેવું વધી જતા લૂંટનો ખોટો બનાવ ઉભો કર્યો હતો. ઘટનાની વાત કરીએ તો મંથન માંડવિયા નામના શખ્સે બેંકમાંથી રૂપિયા ઉપાડી ઘરે જતા સમયે બે લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાનુ્ જણાવ્યું હતુ.
રાજકોટના મિલપરા વિસ્તારમાં 30 લાખની લૂંટ કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. જેમાં ભોગ બનનાર યુવકે જ લૂંટનું તરકટ રચ્યુ હોવાનો ખુલાસો થયો છે. મંથન માંડવિયા નામના શખ્સે દેવું વધી જતા લૂંટનો ખોટો બનાવ ઉભો કર્યો હતો. ઘટનાની વાત કરીએ તો મંથન માંડવિયા નામના શખ્સે બેંકમાંથી રૂપિયા ઉપાડી ઘરે જતા સમયે બે લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાનુ્ જણાવ્યું હતુ.ધોળા દિવસે લાખોની લૂંટના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા પોલીસે તાત્કાલિક શહેરભરમાં નાકાબંધી કરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ દરમિયાન પોલીસે CCTV ફૂટેજ તપાસતા સમગ્ર હકીકત સામે આવી છે. જેમાં પોલીસે ભોગ બનનાર યુવકની કડકાઇથી પૂછપરછ કરતા તેને પોલીસ સમક્ષ લૂંટનું તરકટ રચ્યુ હોવાનું સ્વિકાર્યું હતુ.હાલ તો સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot : શાળા નંબર-62ના વાયરલ વીડિયો મુદ્દે શાળાના આચાર્યનો ખુલાસો
આ ઉપરાંત, રાજકોટની સરકારી શાળામાં સફાઇ કર્મચારીના વાયરલ વીડિયો મુદ્દે થશે તપાસ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને તપાસના આદેશ આપ્યા છે. ચેરમેને કહ્યું, વાયરલ વીડિયો અંગે સત્યતાથી તપાસ થશે. દરેક સભ્યો પોતાની જવાબદારી વાળી શાળામાં ચકાસણી કરશે. ફરી આવી ઘટના ન બને તે માટે કડક પગલા લેવાશે. બીજી તરફ વાયરલ વીડિયો મુદ્દે શાળાના આચાર્યએ મોટો ખુલાસો કર્યો. કહ્યું, વીડિયો બનાવનાર વ્યક્તિ ખોટી રીતે પરેશાન કરે છે. વીડીયોમાં દેખાતી વ્યક્તિ માત્ર શ્રમદાન આપવા આવે છે. વીડીયોને ખોટી રીતે દર્શાવવામાં આવતા હોવાનો આચાર્યનો દાવો છે.