વાહન ટોઈંગ કરવાનું અને પછી તોડ કરીને છોડી મુકતા ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલને ACBએ ઝડપ્યો
ટ્રાફિક અંગેની ફરજ સંભાળતા પોલીસ કર્મીઓ અને અન્ય જવાનો ભ્રષ્ટાચાર આચરીને લોકોને પરેશાન કરવાની ફરિયાદ પર ગૃહ વિભાગ આકરા પાણીએ છે. આવા ભ્રષ્ટ કર્મીઓની સામે કાર્યવાહી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એસીબીએ આવી જ રીતે પાલનપુરમાં વાહન ટોઈંગ કરીને તોડ કરવામાં આવતા હોવાને લઈ એસીબીએ કાર્યવાહી કરી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં એસીબીએ છટકું ગોઠવી હેડકોન્સ્ટેબલને ઝડપી લીધો છે. શહેરમાં અડચણરુપ વાહનોને ટોઈંગ કરીને ટ્રાફિક સંચાલન યોગ્ય રાખવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ટોઈંગ કરીને વાહનો ચાલકો પાસેથી તોડ કરીને પૈસા પડાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં 100 રુપિયાથી 1000 સુધીની રકમ પડાવાતી હોવાની ફરિયાદ ઉઠી હતી.
આ પણ વાંચોઃ ભારતથી 496 KM દૂર દરિયાઈ ટાપુ પર ઇન્ટરનેટ 100 ગણું ઝડપી બન્યું, 3 ગુજરાતીઓની મહત્વની ભૂમિકા
આ અંગે ડિકોય છટકાંનુ આયોજન બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવવામાં આવ્યુ હતુ. જેમાં હેડ કોન્સ્ટેબલ દિલીપ હીરાભાઈ સોલંકી અને નારણ ધર્માભાઈ પરમાર કે જે ટોઈંગ રોજમદાર તરીકે કામ કરે છે. જેમને 300 રુપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. ડિકોયર તૈયાર કરીને એસીબીએ છટકુ ગોઠવતા લાંચના 300 રુપિયા લઈને બંનેએ ટોંઈંગ કરેલ વાહન બારોબાર જ છોડી મુકતા એસીબીએ ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

