Bhavnagar : સિહોરમાં અલગ અલગ લગ્ન પ્રસંગમાં 200 લોકોને ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ

ભાવનગરના (Bhavnagar) સિંહોરમાં રવિવારે લગભગ  ત્રણ જેટલા લગ્ન પ્રસંગ હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં જમણવાર બાદ મહેમાનોને ફૂડ પોઈઝનીંગ (Food poisoning) થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 2:08 PM

ઉનાળાની (Summer 2012) કાળઝાળ ગરમીમાં (Heat) લગ્ન પ્રસંગો પણ પુરજોશમાં હોવાથી ફૂડ પોઈઝનના (Food poisoning) બનાવો બની રહ્યા છે. ભાવનગરના (Bhavnagar) સિહોરમાં પણ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગી. સિહોરમાં 200થી વધુ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થવાને પગલે આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભાવનગરના સિંહોરમાં રવિવારે લગ્ન પ્રસંગમાં છાશ પીધા બાદ લોકોને પેટમાં દુખાવો તેમજ ઝાડા-ઉલ્ટીની અસર જોવા મળી હતી. જે પછી એક પછી એક 200 જેટલા લોકોને ફુડ પોઇઝનિંગ થયુ હોવાનું સામે આવ્યુ છે.

ભાવનગરના સિંહોરમાં રવિવારે લગભગ  ત્રણ જેટલા લગ્ન પ્રસંગ હતા. સિહોરના ઘાંચીવાડ ખાતે રહેતા રફીક ભાઈ મુસાભાઇ સૈયદ, મેમણ કોલોનીમાં રહેતા રફિકભાઈ રવાણી તથા અશોકભાઈ માનસિંગભાઈ જાદવ, બીપીન ભાઈ નાનજીભાઈ ગોહેલને ત્‍યાં લગ્નપ્રસંગ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં જમણવાર બાદ મહેમાનોને ફૂડ પોઈઝનીંગ થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

આ અલગ-અલગ પ્રસંગમાં એક પ્રખ્યાત પેંડાવાળાના ત્યાંથી છાશ આવી હતી. આ છાશ પીધા બાદ 200 લોકો બીમાર પડ્યા હતા. શરુઆતમાં કોઇને ઊલ્ટી અને બાદમાં ઝાડાની અસર જોવા મળી હતી. એક પછી એક 200 જેટલા લોકોમાં આ અસર જોવા મળી હતી. રવિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. આ તમામ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થવાનું બાદમાં જાણવા મળ્યુ હતુ. જે પછી તેમને સારવાર માટે સિહોરના અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">