AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Tips – ગરમીના કારણે પગના તળિયામાં બળતરા થાય છે ? તો રાહત મેળવવા અજમાવો આ ઉપાય

Summer Foot care Tips : હાલમાં ઉનાળાના (Summer)સમયમાં ગરમી (Heat)તેની ચરમસીમાએ છે ત્યારે લોકો શરીરમાં લ્હાય બળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  ખાસ કરીને પગના તળિયામાં લ્હાય બળવી તેમજ ખંજવાળ આવવી તે સમસ્યા ગરમીમાં વકરી છે.  આવો જાણીએ તેમાંથી રાહત મેળવવાના ઉપાય

Summer Tips - ગરમીના કારણે પગના તળિયામાં બળતરા થાય છે ? તો રાહત મેળવવા અજમાવો આ ઉપાય
Burning Feet
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 10:51 AM
Share

ઉનાળામાં (Summer) માં ત્વચાને લગતી સમસ્યા (Skin problem) વધતી હોય છે. શરીરના વિવિધ ભાગમાં પરસેવો થતા ખંજવાળ આવવી, ચકામા પડવા, કે સન બર્ન થવા સામાન્ય છે. ઘણા લોકોને પગના તળિયામાં અતિશય લ્હાય બળતી હોય છે. તેમજ પગમાં અતિશય ખંજવાળ પણ આવતી હોય છે. ત્યારે તેમાંથી રાહત મેળવવાના કેટલાક ઉપાય આ પ્રમાણે છે

પગના તળિયામાં લ્હાય બળવાના કારણ

પગના તળિયામાં લ્હાય બળવાનું મોટું કારણ શરીરમાં યૂરિક એસિડના પ્રમાણમાં થતો વધારો છે. પગના તળિયા સૂકા રહેતા હોય તો પણ ગરમીના સમયમાં લ્હાય બળે છે. ઉપરાંત કેલ્શિયમ અને વિટામિન ડીના અપૂરતા પ્રમાણને કારણે પણ આ સમસ્યા થાય છે તો ઘણી વાર ડાયાબિટિસના કારણે પણ પગના તળિયામાં લ્હાય બળે છે. (Summer Foot care Tips ) હાલમાં ઉનાળાના (Summer) સમયમાં ગરમી (Heat)તેની ચરમસીમાએ છે ત્યારે લોકો શરીરમાં લ્હાય બલવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  ખાસ કરીને પગના તળિયામાં લ્હાય બળવી તેમજ ખંજવાળ આવવી તે સમસ્યા ગરમીમાં વકરી છે.  આવો જાણીએ તેમાંથી રાહત મેળવવાના ઉપાય

સમસ્યામાંથી રાહત મેળવવાના ઉપાય

નાળિયેર તેલનો ઉપયોગ

પગના તળિયામાં નાળિયેર તેલ લગાવીને થોડી વાર માલિશ કરી શકાય છે.

હળદરનો ઉપયોગ

દરેક રસોડામાં સરળતાથી મળી રહેતી હળદર એ આ સમસ્યામાં સૌથી અસરકારક રહે છે. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણો છે. તે પગમાં થતી બળતરા અને ખંજવાળમાંથી રાહત આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.હળદરમાં નાળિયેળનું તેલ મેકિસ કરીને લગાવવાથી તમને રાહત મળશે. હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ તથા એન્ટિ બાયોટિક ગુણ હોય છે. જે તમને ઘણી મદદ કરશે.

મીઠાના પાણીનો ઉપયોગ

મીઠું પણ પગના તળિયામાંથી લ્હાય બળવાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. આ ઉપાય કરવા માટે એક મોટા વાસણ કે ડોલમાં પગના તળિયા ડૂબે તેટલું પાણી લેવું, તેમાં સિંધવ મીઠું નાંખીને પાણીમાં પગ બોળીને થોડી વાર માટે બેસો એનાથી તમને ઘણી રાહત રહેશે. આ પાણીમાં તમે સરકો પણ ઉમેરી શકો છો.

એલોવેરા અને કપૂર

એલોવેરા , નાળિયેર તેલ અને કપૂરનો ઉપયોગ કરીને પણ આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. આ એક આયુર્વેદિક ઉપચાર છે તેના માટે એલોવેરા, નાળિયેર અને કપૂરના પાઉડરને મિક્સ કરી લેવો.આ મિશ્રણને પગના તળિયા પર લગાવી લેવું . કપૂર અને એલોવેરા પ્રાકૃતિક રીતે ઠંડી પ્રકૃતિ ધરાવે છે જે તમને બળતરામાં રાહત આપશે.

પૂરતા પ્રમાણમાં પાણી પીઓ

ગરમીના સમયમાં શરીરનો હાઇડ્રેટ રાખવું અતિશય જરૂરી છે. ઘણી વાર શરીરમાં ટોક્સિન વધી જાય છે ત્યારે પણ પગમાં લ્હાય બળે અને ખંજવાળ આવે છે. માટે ગરમીના સમયમાં પૂરતા પ્રમાણમાં પાણી પીઓ જેનાથી ટોક્સિક બહાર નીકળતા તમને રાહત મળશે.

આ ઉપરાંત તમે રોજિંદા વપરાશમાં કોથમીર, વરિયાળી, દ્વાક્ષ જેવા ઠંડા પદાર્થોનું સેવન કરશો તો એ પણ તમારા માટે ફાયદાકારક બની રહેશે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
g clip-path="url(#clip0_868_265)">