Gandhinagar Video : સેક્ટર-15ની સાયન્સ કોલેજમાં બેદરકારી, 2019થી ફાયર સેફ્ટી માટેના સિલિન્ડર નથી કરાયા રિફિલ
ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી સાયન્સ કોલેજમાં ફાયર સેફ્ટીના સાધનોની જાળવણીમાં ગંભીર બેદરકારી ઉજાગર થઇ છે. આમ આદમી પાર્ટીના નગરસેવકે તપાસ કરતા જોવા મળ્યું કે આગ ઓલવવા માટે વપરાતા આગ ઓલવવાના સિલિન્ડર 2019 પછી રિફિલ જ નથી કરાયા.
ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી સાયન્સ કોલેજમાં ફાયર સેફ્ટીના સાધનોની જાળવણીમાં ગંભીર બેદરકારી ઉજાગર થઇ છે. આમ આદમી પાર્ટીના નગરસેવકે તપાસ કરતા જોવા મળ્યું કે આગ બુઝાવવા માટે વપરાતા આગ ઓલવવાના સિલિન્ડર 2019 પછી રિફિલ જ નથી કરાયા. હવે જો આગ લાગે ત્યારે આ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો ફિયાસ્કો જ થાય.
સાયન્સ કોલેજની બાજુમાં આવેલી કોમર્સ બિલ્ડિંગમાં લોકસભા ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી. તે સમયે આ ઇમારતોની મુલાકાત લેનાર ગાંધીનગર કલેકટર અને એસ.પી. એ તપાસ કર્યા છતાં પણ આ વિગતો ધ્યાને ન આવી એ પણ ગંભીર બાબત છે. હાલ તો જિલ્લાની દરેક શાળા અને કોલેજમાં ફાયરના સાધનોની તપાસ કરવા નગરસેવકે માગ કરી છે.
Latest Videos
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
