Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં વધુ એક માલેતુઝારના સગીર દીકરાએ સર્જ્યો અકસ્માત, બેફામ સ્પીડે ફોર્ચ્યુનર હંકારી સગીરાને લીધી અડફેટે

અમદાવાદમાં વધુ એક માલેતુઝારના સગીર દીકરાએ સર્જ્યો અકસ્માત, બેફામ સ્પીડે ફોર્ચ્યુનર હંકારી સગીરાને લીધી અડફેટે

yunus.gazi
| Edited By: | Updated on: Jun 01, 2024 | 3:47 PM

અમદાવાદમાં વધુ એક માલેતુજારના સગીર દીકરાએ બેફામ રફ્તારથી ફોર્ચ્યુનર કાર હંકારી એક સગીર યુવતીને અડફેટે લીધી. આ ઘટના યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. આટલુ જ નહીં અકસ્માત સર્જ્યા બાદ પણ કાર ચલાવનાર અને તેની સાથે રહેલા તેના મિત્રોએ દાદાગીરી કરી અને ભોગ બનનાર યુવતીના પરિવારજનો સાથે મારામારી કરી ધાકધમકી પણ આપી હતી.

અમદાવાદમાં દિવસે દિવસે બેફામ સ્પીડે વાહનો હંકારવાના બનાવો વધી રહ્યા છે અને આ નબીરાઓની રફ્તારની મજાનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. અમદાવાદમાં મલાવ તળાવ નજીક એક સગીર વયના ફોર્ચ્યુનર ચાલકે સાંદિપની સોસાયટી નજીક રહેતી એક સગીરાને અડફેટે લેતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ તરફ ફોર્ચ્યુનર કાર ચલાવી રહેલા સગીર કાર ચાલક સામે N ડિવિઝનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. સગીર આરોપી સાથે કારમાં તેનો ભાઈ અને અન્ય મિત્રો પણ સવાર હતા. સગીર આરોપીની પોલીસે અટકાયત કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સગીર આરોપી સાથે કારમાં તેનો ભાઈ અને અન્ય મિત્રો પણ સવાર હતા.

પૂણે જેવી ઘટનાનું અમદાવાદમાં પૂનરાવર્તન

અમદાવાદમાં પણ પૂણે જેવી જ ઘટનાનું પૂનરાવર્તન થયુ છે. આપને જણાવી દઈએ કે પૂણેમાં આ જ પ્રકારે પોર્શે કાર ચલાવી રહેલા સગીર છોકરાની કારની અડફેટે આવતા બે લોકોના મોત નિપજ્યા હતા. એક યુવતી અને યુવકનુ પોર્શે કારના સગીર ચાલકે સર્જેલા અકસ્માતમાં મોત થયુ હતુ. આ અકસ્માતના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. માલેતુજાર બિલ્ડર પિતાના દીકરાએ અકસ્માત સર્જી બે લોકોને મોતની નીંદર સુવડાવી દીધી.

અક્સમાત સર્જનાર સગીરના પરિવારજનોની દાદાગીરી, ભોગ બનનારના પરિવાર સાથે કરી મારામારી

અમદાવાદમાં પણ સગીર આરોપી દ્વારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા ભોગ બનનાર સગીરા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અકસ્માત સર્જનાર સગીર અને તેના પરિવારજનોએ દાદાગીરી કરી અને અકસ્માતગ્રસ્ત સગીરાના પરિવારજનો સાથે મારામારી પણ કરી હતી. કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ભોગ બનનારના પરિવારજનોને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. હાલ અકસ્માત સર્જનાર સગીર કાર ચાલક સામે તો N ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ પરિવારજનોની માગ છે કે સગીરને કાર હંકારવા આપનારા તેના પરિવારજનો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવે.

આ પણ વાંચો: ધોરાજીની વર્ષો જુની દૂષિત પાણી આવવાની સમસ્યાનો નથી આવતો કોઈ ઉકેલ, કાળઝાળ ગરમી વચ્ચે પાણીની તંગીથી ત્રાહિમામ સ્થાનિકો- Video

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 01, 2024 02:45 PM
g clip-path="url(#clip0_868_265)">