AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : દારૂ પકડવા ગયેલી પોલીસને 191 કિલો ગાંજો મળ્યો, પોલીસે ફિલ્મી ઢબે 12 કિમી સુધી કારનો કર્યો પીછો, જુઓ Video

Navsari : દારૂ પકડવા ગયેલી પોલીસને 191 કિલો ગાંજો મળ્યો, પોલીસે ફિલ્મી ઢબે 12 કિમી સુધી કારનો કર્યો પીછો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 7:00 PM
Share

નવસારીમાં દારૂ પકડવા ગયેલી પોલીસને ગાંજો મળ્યો હોવાની ઘટના સામે આવી છે. નવસારી હાઈવે પર પોલીસે 191 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. જે ઘટનામાં પોલીસે ફિલ્મી ઢબે 12 કિમી સુધી કારનો પીછો કર્યો અને રસ્તો પૂરો થઈ જતા ડ્રાઇવર કાર મૂકીને ફરાર થયો હતો

Navsari:  ગ્રામ્ય પોલીસે હાઇવે પર 19 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો છે. હાલમાં પ્રોહીબિશન ડ્રાઇવની શરૂઆત થઈ છે. જેમાં અલગ અલગ સ્થળે પોલીસ ઉભી રહીને દારૂના જથ્થાના વહનને રોકવા માટે કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત નવસારી ગ્રામ્ય પોલીસે પણ હાઇવે પાસેના ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે ચેકિંગ શરૂ કર્યું હતું. જે દરમિયાન એક કાર ચાલકે ગભરાટમાં ગાડી ભગાવી. ગ્રામ્ય પોલીસે કારનો 12 કિલોમીટર સુધી પીછો કર્યો. આમરી ગામના ખડકી ફળિયામાં રસ્તો પૂરો થઈ જતા ડ્રાઇવર કાર મૂકીને નાસી ગયો હતો. પોલીસે કાર ખોલી જોતા તેમાંથી અધધ 191 કિલો ગાંજાના અલગ અલગ પેકિંગ મળી આવ્યા હતા. જેની બજાર કિંમત 19 લાખથી વધુ છે.

આ પણ વાંચો : નવસારી વિજલપોર નગરપાલિકામાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ઘમાસાણ

કારમાં તપાસ કરતાં ત્રણ અલગ અલગ નંબર પ્લેટ, ફાસ્ટેગ મળી આવ્યા હતા. પોલીસે કાર અને ગાંજાનો મુદ્દામાલ મળી 23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ સમગ્ર કેસની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે. જે ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને ડિલિવર થવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરશે.

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 02, 2023 06:58 PM
g clip-path="url(#clip0_868_265)">