Gujarati video : ડ્રગ્સનો કાળો કારોબાર ! SMCના શૌચાલયના ભોય તળીયે આવેલા ટાંકામાંથી 10 લાખનો ગાંજો ઝડપાયો
Surat News : કતારગામ પોલીસે કતારગામ રેલવેના પાટા પાસે આવેલા શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકામાં સંતાડેલો બિન વારસી હાલતમાં 10.09 લાખ રુપિયાની કિંમતનો 100.92 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાંથી (Surat) વધુ એક વખત ગાંજાનો (Marijuana) જથ્થો ઝડપાયો છે. કતારગામ પોલીસે કતારગામ રેલવેના પાટા પાસે આવેલા શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકામાં સંતાડેલો બિન વારસી હાલતમાં 10.09 લાખ રુપિયાની કિંમતનો 100.92 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંજો, દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા વ્યક્તિઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાંથી વધુ એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે.
કતારગામ પોલીસને માહિતી મળી હતી કે, કતારગામ જીઆઈડીસી રેલવે પાટા પાસે આવેલા ગુણાતીત નગરની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના બંધ શૌચાલયમાં આવેલા ભોય તળિયાના ખાલી ટાંકામાં ગાંજાનો જથ્થો રહેલો છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડી તપાસ કરતા ટાંકામાંથી ખાખી કલરના પ્લાસ્ટિકમાં સુવ્યવસ્થિત રીતે પેકિંગ કરેલી હાલતમાં 50 પેકેટની અંદર કુલ 10.09 લાખની કિમતનો 100.92 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આ તમામ ગાંજાનો જથ્થો કબજે કરી આ મામલે એનડીપીએસ અંતર્ગત ગુનો દાખલ કરી ગાંજાનો જથ્થો લાવનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
