Gujarati Video : નવસારી વિજલપોર નગરપાલિકામાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ઘમાસાણ

Gujarati Video : નવસારી વિજલપોર નગરપાલિકામાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ઘમાસાણ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 3:20 PM

નવસારી વિજલપુર નગરપાલિકામાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી અધિકારીઓ વચ્ચે વિવાદ સપાટીએ પહોંચ્યો છે. આજે બીજા દિવસે ચીફ ઓફિસરની કેબીનની બહાર હાય હાયના નારા લાગ્યા હતા. જેને લઈ વાતાવરણ ઉગ્ર બન્યું હતું.

નવસારી વિજલપોર નગરપાલિકામાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ઘમાસાણ સર્જાઈ છે. શાસક પક્ષ અને ચીફ ઓફિસર સામસામે વિવાદમાં ઉતરી આવ્યા છે. ચીફ ઓફિસર પર ઉદ્ધતાઈ ભર્યા વર્તનનો આક્ષેપ લગાવાયો છે. આ સાથે ચૂંટાયેલા કોર્પોરેટરના ફોન નહીં ઉપાડવા અને કામો બાબતે પ્રતિસાદ ન આપવાના મુદ્દે વિરોધ પાલિકા કચેરી ખાતે નોંધાયો હતો.

આ પણ વાંચો : નવસારીના ઇટાલવા રોડ પર યુવકને વીજ કરંટ લાગતા મોત

બે દિવસ થી ચાલતા આ વિવાદને લઈ કોઈ નિવેડો નહીં આવતા આજે નગરસેવક પરેશ ભારતીય સહિત તેમના સમર્થકો, નગર સેવકો પાલિકા કચેરી પર પહોંચ્યા હતા. ચીફ ઓફિસરની બદલી કરવા માગ કરી હતી.  છેલ્લા બે દિવસથી ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો ચીફ ઓફિસરનો વિરોધ કરી રહ્યા છે. નવસારી વિજલપોર નગરપાલિકામાં વિજલપોર વિસ્તારમાં કામો ન થવા દેતા હોવાનો આરોપ કરી વિરોધમાં ઉતર્યા હતા.

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 24, 2023 04:45 PM
g clip-path="url(#clip0_868_265)">