Dang Video: ડાંગનુ સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ડ્રોનની નજરથી મન મોહી લેનારો અદ્રભૂત નયનરમ્ય નજારો જોવા મળ્યો, જુઓ
Dang Drone Camera Video: ડાંગ જિલ્લાના વધઈ અને ચીકા વિસ્તારના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે વિસ્તાર સુંદર મજાનો ખીલી ઉઠ્યો છે. સૌંદર્યથી ભરપુર રીતે ડાંગનો પ્રવેશદાર સમાન વિસ્તાર જોવા મળી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચોમાસાની શરુઆતથી જ સારો રહ્યો છે. નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી છે અને ડુંગરાળ વિસ્તારમાં ધોધ પણ નયનરમ્યા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારમાં લીલી ચાદર છવાઈ ગઈ છે અને વિસ્તારમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. ચારેય તરફ બસ લીલીછમ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં સુંદર મજાના દ્રશ્યો સર્જાયા છે. ડાંગ જિલ્લાનુ સૌંદર્ય અદ્ભૂત લાગી રહ્યુ છે. જેના નયનરમ્ય ડ્રોન વીડિયો સામે આવ્યા છે.
ડાંગ જિલ્લાના વધઈ અને ચીકા વિસ્તારના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે વિસ્તાર સુંદર મજાનો ખીલી ઉઠ્યો છે. સૌંદર્યથી ભરપુર રીતે ડાંગનો પ્રવેશદાર સમાન વિસ્તાર જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. સુંદર લીલાછમ ડુંગરો વચ્ચેથી પસાર થતી નદીઓનો નજારો જબરદસ્ત લાગી રહ્યો છે. પર્વતોનો હર્યો ભર્યો માહોલ મન મોહી લે એવો જોવા મળે છે.