Dharoi Dam: ધરોઈ ડેમમાં એક દિવસમાં 1800 કરોડ લીટર પાણીની આવક થઈ, જળસપાટી માત્ર 3 સેન્ટીમીટર રુલ લેવલથી દૂર

Dam Water Level: રાજસ્થાનમાં વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની નવી આવક અંતિમ 24 કલાક દરમિયાન નોંધાઈ છે. ઉપરવાસ વિસ્તારમાં વરસાદ વરસતા સાબરમતી નદીમાં નવા નીર આવ્યા હતા.

Dharoi Dam: ધરોઈ ડેમમાં એક દિવસમાં 1800 કરોડ લીટર પાણીની આવક થઈ, જળસપાટી માત્ર 3 સેન્ટીમીટર રુલ લેવલથી દૂર
Dharoi Dam Water Level Today
Follow Us:
| Updated on: Jul 29, 2023 | 3:11 PM

અંતિમ 24 કલાક દરમિયાન સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માત્ર ઝાપટા સ્વરુપ વરસાદ વરસ્યો છે. આમ છતાં પણ સાબરમતી નદીમાં પાણીની આવકનો વધારો નોંધાયો હતો. અંતિમ 24 કલાક દરમિયાન ધરોઈ ડેમમાં પાણીની નવી આવક થવાને લઈ જળસપાટીમાં આંશિક વધારો નોંધાયો હતો. આ સાથે જ હવે રુલ લેવલથી માત્ર કેટલાક સેન્ટીમીટર દૂર જ વર્તમાન જળસપાટી રહી છે. ધરોઈ ડેમ ભરાઈ જવાને લઈ ઉત્તર અને મધ્ય ગુજરાતને મોટી રાહત સર્જાઈ છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમ પર ચોમાસાની શરુઆતથી જ નજર રહેતી હોય છે. જળસંગ્રહના રુપમાં રાજ્યના સૌથી મોટા જળાશયો પૈકી એક ધરોઈની ગણના થાય છે. ધરોઈ ડેમમાં વર્તમાન ચોમાસા દરમિયાન ટીંપે ટીંપે સરોવર ભરાય એમ ધીમે ધીમે સપાટીમાં વધારો નોંધાયો છે. જળસંગ્રહ ધીરે ધીરે વધતા હવે રુલ લેવલ સુધી સપાટી પહોંચવા આવી ચૂકી છે. આ માટે એલર્ટ પણ ધરોઈ બંધ તરફથી સાબરમતી નદીના કાંઠા વિસ્તારના જિલ્લાઓને બે દિવસ અગાઉ આપવામાં આવ્યુ છે.

1800 કરોડ લીટર પાણીની નવી આવક

હાલમાં ઉત્તર ગુજરાતની વરસાદની સ્થિતિ જોવામાં આવે તો મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનુ પ્રમાણ હળવુ રહ્યુ રહ્યુ છે, જ્યારે અનેક તાલુકાઓ કોરાધાકોર રહ્યા છે. સાબરકાંઠાના પોશીના, વિજયનગર અને ખેડબ્રહ્મા, તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી વિસ્તાર તથા મહેસાણાના સતલાસણા અને તેના ઉપરના વિસ્તારોમાં વરસાદ વરસાવની સ્થિતિમાં ધરોઈની આવકમાં વધારો સામાન્ય રીતે જોવા મળતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક કલાકો દરમિયાન રાજસ્થાન વિસ્તારમાં આવેલ ધરોઈના કેચમેન્ટ વિસ્તારમા વરસાદ વરસવાને લઈ સાબરમતી નદીમાં આવક નોંધાઈ હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સવારે 8 વાગ્યા સુધીના અંતિમ 24 કલાક દરમિયાન ધરોઈ ડેમમાં 1800 કરોડ લીટર નવા પાણીનો ઉમેરો થયો છે. આમ જળસંગ્રહણમાં વધારો નોંધાયો છે. ધરોઈ ડેમની સપાટી શનિવારે બપોરે કલાકે 617.94 ફૂટ નોંધાઈ છે. આમ હવે રુલ લેવલ કરતા માત્ર ત્રણેક સેન્ટીમીટર દૂર વર્તમાન સપાટી છે. રુલ લેવલ 618.04 ફુટ છે. આમ હવે ઉપરવાસમાં વરસાદનુ જોર વધતા જ સાબરમતી નદીમાં પાણી છોડવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. રુલ લેવલ કરતા એક ફુટ વધારે પાણી ડેમમાં ભરવામાં આવી શકે છે, આ માટે ઉચ્ચ સ્તરીય ચર્ચા પરામર્શ પણ કરવામાં આવ્યો છે.

આ માટે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લા ક્લેકટરને બે દિવસ અગાઉ જ કાંઠા વિસ્તારના તાલુકા અને ગામડાઓને સાવચેતી જાળવવા માટે સૂચના અપાઈ ચૂકી છે. ડેમ હાલમાં એલર્ટ સ્ટેજ પર હોવાને લઈ આ સૂચના અપાઈ હતી. આમ હવે માત્ર પાણીનો જથ્થો છોડવા અંગેની સીધી સૂચના જરુરીયાતના સમયે આપવામાં આવશે.

ધરોઈ ડેમ ( શનિવારે બપોરે 02.00 વાગ્યા નજીક મુજબ)

  • હાલની સપાટી-617.94 (188.34 મીટર)
  • રુલ લેવલ-618.04 (188.37 મીટર)
  • મહત્તમ સપાટી-622.04 (189.59 મીટર)
  • હાલની જળસંગ્રહ સ્થિતિ-84.47 ટકા

નોંધાયેલી આવક

  • સવારે 06.00 કલાકે 9236 ક્યુસેક
  • સવારે 07.00 કલાકે 9236 ક્યુસેક
  • સવારે 08.00 કલાકે 9236 ક્યુસેક
  • બપોરે 02.00 કલાકે 4618 ક્યુસેક

આ પણ વાંચોઃ  IND vs WI 2nd ODI Playing 11: રોહિત શર્મા બાર્બાડોઝમાં રમાનારી બીજી વનડે ટીમમાં કરાશે ફેરફાર? જાણો, કેવી હશે ભારતની પ્લેઈંગ 11

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">