Rain News : વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, નારોલથી વિશાલા તરફ જતા રસ્તા પર ભરાયા પાણી, જુઓ Video
અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વહેલી સવારે ઓફિસ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વહેલી સવારે ઓફિસ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નારોલમાં તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.નારોલ થી વિશાલ તરફ જતા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રસ્તા પર પાણીના વહેણ શરૂ થતા અનેક વાહનચાલકો અટવાયા હતા અને કેટલાક વાહનો પાણીમાં બંધ થયા હતા. મુકેશ ઈન્ડ્રસ્ટ્રીઝ પાસે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે.
વિરાટનગરમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ
અમદાવાદમાં અડધી રાત્રે શહેરમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. અમદાવાદમાં ગાજવીજ અને પવના સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સૌથી વધારે વિરાટનગરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઓઢવ અને રામોલમાં 3.8 ઈંચ વરસાદ નોંધાયો છે. નિકોલમાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ કઠવાડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મીઠાખળી અને અખબારનગર અંડર પાસ બંધ કરાયા હતા.
ગઈકાલે સમગ્ર દિવસ શાંત રહ્યા બાદ મોડી રાત્રે અમદાવાદમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. શહેરમાં સરેરાશ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વીજળીના જોરદાર કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના અવાજોથી ભયનો માહોલ સર્જાયો હતો. અનેક વિસ્તારોમાં બે ફૂટ સુધી પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો