Narmada : નર્મદા ડેમની જળસપાટી વધીને 137.17 મીટર થઈ, 2 દરવાજા 0.35 સેમી ખોલીને પાણી છોડાયુ

નર્મદા ડેમની (Narmada Dam) જળસપાટી વધીને 137.17 મીટર થઈ છે. ડેમના જળસ્તરમાં 24 કલાકમાં 9 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 1:33 PM

રાજ્યમાં આ વર્ષે સારો એવો વરસાજ થતા સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની સારો જથ્થો છે. નર્મદા (Narmada) જિલ્લામાં આવેલી સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી વધીને 137.17 મીટર થઈ છે. ડેમના જળસ્તરમાં 24 કલાકમાં 9 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 66 હજાર 353 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. તો ડેમના 2 દરવાજા 0.35 સેમી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે. સરદાર સરોવર ડેમમાં હાલ કુલ પાણી સંગ્રહ શકિતના 94.70 ટકા છે. જેને લઇને તંત્ર અને ખેડૂતોમાં (Farmers) ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય વોર્નીગ ૫ર

સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 3,16,384 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ પાણી સંગ્રહ શકિતના 94.70 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 4,53,594 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 81.26 ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય વોર્નીગ ૫ર છે.

પાંચ દિવસ વરસાદની આગાહી

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે. 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે. બીજીતરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધશે. જો રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે તો ડેમમાં પાણીનો જથ્થો 100 ટકા થવાની સંભાવના છે.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">