મહાત્મા ગાંધી- સરદાર પટેલની માફક નરેન્દ્ર મોદી-અમિત શાહે દેશને સુરાજ અપાવીને વિકાસની રાજનીતિનો ઈતિહાસ રચ્યોઃ ભૂપેન્દ્ર પટેલ
ગુલામીકાળમાં ગુજરાતની માટીના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને સ્વરાજ અપાવ્યું તેવી જ રીતે, ગુજરાતના બે સપૂતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે દેશને સુરાજય અપાવ્યું છે. વિકાસની રાજનીતિનો ઈતિહાસ રચ્યો છે. હર ઘર તિરંગા અભિયાન દ્વારા નેશન ફ્રસ્ટની ભાવના જનજનમાં જગાડવાની છે.
અમદાવાદમાં આયોજીત તિંરગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેરણા આપી છે. આઝાદી માટે શહીદ થનારા સૌ માટે આદર થાય તે માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. તિરંગો ફરકાવી આઝાદીના 100માં વર્ષે વિકસીત ભારત માટે યોગદાન આપવાનું છે.
ગુલામીકાળમાં ગુજરાતની માટીના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને સ્વરાજ અપાવ્યું તેવી જ રીતે, ગુજરાતના બે સપૂતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે દેશને સુરાજય અપાવ્યું છે. વિકાસની રાજનીતિનો ઈતિહાસ રચ્યો છે. હર ઘર તિરંગા અભિયાન દ્વારા નેશન ફ્રસ્ટની ભાવના જનજનમાં જગાડવાની છે. આપણે તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસપથ પર આગળ લઈ જવા કટીબદ્ધ થવાનું છે.
Latest Videos
Latest News