Breaking News : ભરૂચ બેઠક પર મુમતાઝ પટેલનું પત્તુ કપાયું, INDIA ગઠબંધને “આપ”ના ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા
ભરૂચ : આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની સીટની ફાળવણી પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સહમતી થઇ છે. બેઠકની ફાળવણીઓમાં ભરૂચ બેઠક ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે.

કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠકની ઉમેદવારી આમ આદમી પાર્ટીના ફાળે જવાથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. આ બેઠક પર અહેમદ પટેલના પરિવારના સમર્થકો નિર્ણયથી હતાશ છે. કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની મજબૂત દાવેદારી હતી. સીટની ફાળવણી બાદ મુમતાઝ પટેલે tv9 સાથે વાતચીત કરી હતી. મુમતાઝે ગઠબંધનના નિર્ણય સામે કહ્યું હતું કે હું કોંગ્રેસના સૈનિક તરીકે નિર્ણયથી સાથે છું પણ સહમત નથી. વધુમાં તેમને ઉમેર્યું હતું કે કોંગ્રેસના કાર્યકર તરીકે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશ નહીં. આપ ને સીટની ફાળવણીથી નારાજ હોવાની મુમતાઝ પટેલે સ્પષ્ટતા કરી હતી.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને