ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા, સાંસદ ગેનીબેન ઠાકોરનો ભાજપ પર મોટો આરોપ
ભાજપને બરાબરની ટક્કર આપી, ગેનીબેન ચૂંટણી તો જીતી ગયા, પરંતુ 50 હજાર મત ખોટા કરાવ્યાનો આરોપ હવે ગેનીબેન લગાવી રહ્યા છે. ગેનીબેને ભાજપ પર ચૂંટણીમાં મત તોડવાની રણનીતિ અપનાવ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ઠાકોર સમાજ કે પછી કોંગ્રેસ ખોટું મતદાન થતું અટકાવી શક્યો નથી.
ગુજરાતમાં ભાજપની સતત ત્રીજી વખતની ક્લીન સ્વીપ પર રોક લગાવનારા કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હવે એક્ટિવ મોડમાં આવી ગયા છે. દબંગ નેતા કહેવાતા ગેનીબેન હવે ચૂંટણીમાં ભાજપે કેવી રણનીતિ અપનાવી હતી, કેવી રીતે જીતવા માટે ખોટા રસ્તા અપનાવ્યા તેને લઈને ગંભીર આરોપો લગાવી રહ્યા છે.
ભાજપને બરાબરની ટક્કર આપી, ગેનીબેન ચૂંટણી તો જીતી ગયા, પરંતુ 50 હજાર મત ખોટા કરાવ્યાનો આરોપ હવે ગેનીબેન લગાવી રહ્યા છે. ગેનીબેને ભાજપ પર ચૂંટણીમાં મત તોડવાની રણનીતિ અપનાવ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ઠાકોર સમાજ કે પછી કોંગ્રેસ ખોટું મતદાન થતું અટકાવી શક્યો નથી. ભાજપે પૈસા આપીને ગેનીબેન ઠાકોરના ખૂદના ગામમાં પણ મતદાનમાં ગોલમાલ કરાવી તેવો આરોપ પણ લગાવ્યો છે.