આવ્યો.. ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જુઓ Video
ગાંધીનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ગાંધીનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે બફારા વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેને કારણે રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા.
દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના અનુમાન મુજબ, 22 જૂને રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે.
અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તેમજ 22 થી 24 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, વડોદરા, મહીસાગર અને મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી પ્રમાણે રાજ્યભરમાં ફરી એકવાર મેઘરાજાનો પ્રભાવ જોવા મળી શકે છે, જેના કારણે સ્થાનિક તંત્ર અને જનતાને તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો