બનાસકાંઠામાં નર્મદા કેનાલના પાણી નહીં મળતા MLAની આગેવાનીમાં ખેડૂતોનો હલ્લાબોલ, કચેરીને તાળાબંધી

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ખેડૂતો સિંચાઈના પાણીને લઈ પરેશાની ભોગવી રહી છે. હાલમાં રવી સિઝનને લઈ ખેડૂતો વાવણીમાં વ્યસ્ત છે. આવા સમયે ખેડૂતો સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. થરાદમાં સિંચાઈમાં માંગણીઓ છતાં પણ નર્મદા કેનાલમાં પાણી નહીં છોડાતા ધારાસભ્યની આગેવાનીમાં ખેડૂતોએ નર્મદા કેનાલની કચેરીએ હલ્લાબોલ ખેડૂતોએ કર્યો હતો. કચેરીને ખેડૂતોએ તાળાબંધી કરીને રોષ ઠાલવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 7:35 PM

રવી સિઝનની શરુઆત સાથે જ ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સિંચાઈના પાણીને લઈ અનેક વિસ્તારોમાં કેનાલ પર આશા રાખી રહ્યા છે. થરાદ વિસ્તારમાં ખેડૂતોએ રજૂઆત છતાં પણ નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલોમાં સિંચાઈ માટે પાણી નહિં છોડાતા ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોએ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં નર્મદા વિભાગની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો.

આ પણ વાંચોઃ રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?

ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીને તાળા બંધી કરી હતી. જ્યારે ખેડૂતો અને ધારાસભ્ય કચેરી પર પહોંચ્યા ત્યારે કચેરીમાં અધિકારીઓ કે કર્મચારીઓ રોજની માફક જ જોવા નહીં મળતા રોષે ભરાયેલા ખેડૂતો હલ્લાબોલ કરી દીધો હતો. ખેડૂતોએ આ માટે તાળા બંધી પણ કરી દઈને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે પાણી નહીં છોડવાને લઈ ધારાસભ્યને અધિકારીઓનો જવાબ ટેકનીકલ ખામી દરવાજામાં હોવાનુ જાણવા મળતા તેઓએ વળતો આક્ષેપ રાજસ્થાનમાં ચૂંટણી હોવાને લઈ કર્યો હતો.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
g clip-path="url(#clip0_868_265)">