Gujarati VIDEO : ફરી ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત, કિસાન કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી

TV9 GUJARATI

|

Updated on: Mar 14, 2023 | 8:49 AM

વિધાનસભા ગૃહમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાના સવાલ સામે ઉર્જા વિભાગના મંત્રી કનુ દેસાઈએ આ જવાબ આપ્યો છે. પ્રધાને કહ્યું હતુ કે, આગામી બે વર્ષ દરમિયાન દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જશે.

Gandhinagar : રાજ્યમાં આગામી બે વર્ષ દરમિયાન ખેડૂતોને દિવસે વીજળી મળશે. વિધાનસભા ગૃહમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાના સવાલ સામે ઉર્જા વિભાગના મંત્રી કનુ દેસાઈએ આ જવાબ આપ્યો છે. પ્રધાને કહ્યું હતુ કે, આગામી બે વર્ષ દરમિયાન દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જશે.

હયાત ફીડરોની સંખ્યા વધારવામાં આવશે

ખેડૂતોને બે વર્ષમાં દિવસે વીજળી આપવા માટે હયાત ફીડરોની સંખ્યા વધારવામાં આવશે અને ત્યાર બાદ દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જશે.આ સાથે જ કહ્યું કે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર પણ કટિબધ્ધ છે. જેના કારણે જ ખેડૂતો માટે 1590 કરોડ રૂપિયાનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે.

 કિસાન કોંગ્રેસે સરકારની જાહેરાત પર માછલા ધોયા

તો બીજી તરફ કનુ દેસાઈની દિવસે વીજળી આપવાનીસવા જાહેરાત સામે કિસાન કોંગ્રેસ ગંભીર સવાલ ઉઠાવ્યા.પાલ આંબલિયાએ સવાલ ઉઠાવતા કહ્યું કે વર્ષ 2020-21ના બજેટમાં 3500 કરોડ ફાળવવામાં આવ્યા હતા, એ કોણ ચાંઉ કરી ગયુ. સરકાર ભ્રષ્ટાચાર કરવા વારંવાર ખોટી જાહેરાત કરે છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati