ટ્રેક્ટર ભાડે આપવાના બહાને જો જો છેતરાઈ ના જાઓ, આ 5 ગામના ખેડૂતોને નામે લોન કરીને બારોબાર વેચી દીધા!
સાબરકાંઠામાં ફરી એકવાર ટ્રેક્ટર કૌભાંડ ચર્ચામાં આવ્યુ છે. વધુ 5 ખેડૂતોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. વડાલી પોલીસે 3 શખ્શો સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી વિસ્તારમાં ટ્રેક્ટર કૌભાંડ અટકવાનુ નામ નથી લઈ રહ્યુ. એક બાદ એક ટ્રેક્ટરના નામે છેતરપિંડીઓના મામલા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી સામે આવી રહ્યા છે. વડાલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ઈડર અને વડાલીના પાંચ ખેડૂતો છેતરપિંડીનો શિકાર થયા છે. ખાનગી લોન કંપનીના સેલ્સ ઓફિસર અને બિઝનેશ એક્ઝુક્યુટીવ દ્વારા લોન મંજૂર કરાવ્યા બાદ ટ્રેક્ટર્સ મૂળ માલિકને આપવાને બદલે બારોબાર જ અન્યને વેચી દેવાની ઘટના સામે આવી છે.
આ પહેલા પણ ઈડરના એક ટ્રેક્ટર શો રુમથી ટ્રેક્ટર વેચવાની ઘટના સામે આવી હતી. જેમાં છેતરપિંડીને પગેલ ઈડર પોલીસ તપાસ હાથ ધરી હતી. હવે ફરી એકવાર ટ્રેક્ટર વેચવાને લઈ ખેડૂતોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે. અગાઉ સાબરકાંઠા એસપીએ ટ્રેક્ટર છેતરપિંડીની ઘટનાને લઈ એસઆઈટીની રચના કરી હતી અને તપાસ શરુ કરી હતી. જેને લઈ મોટા પ્રમાણમાં ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા હતા.
ખેડૂતોને જ બનાવ્યા શિકાર
વડાલી પોલીસે 3 આરોપીઓ સામે ફરિયાદ નોંઘી છે. જેમાં આરોપી કાનન મનભાઈ ચૌધરી અને ધવલ સુરેશભાઈ સુરાણી બિઝનેશ એક્ઝ્યુક્યુટીવ તરીકે ફરજ બજાવતા હતા. જે બંનેએ સુરેશ શનાજી ઠાકરડા સાથે મળીને ટ્રેક્ટર પર લોન કરીને બારોબાર વેચી દેવાનુ ષડયંત્ર રચ્યુ હતુ. ફરિયાદ મુજબ ક્લેક્શન એક્ઝીક્યુટીવ સબ્બીર મનસુરીને લોનના હપ્તા નહીં આવતા કંપનીએ તપાસ કરવા રુબરુ મોકલતા ષડયંત્રનો ભાંડો ફુટ્યો હતો.
જે ખેડૂતોના નામે લોન મેળવી હતી તેઓએ જણાવ્યુ કે, અમારી પાસે સુરેશ ઠાકરડા નામનો શખ્શ આવ્યો હતો. જેમે સબસિડી વાળી લોન ટ્રેક્ટરની અપાવવાની વાત કરી હતી. સાથે જ કોરોનાનેથી ગુજરી ગયેલ સ્વજનના પરિવારજનોને સરકારમાંથી સહાય મળતી હોવાનુ બતાવીને જરુરી દસ્તાવેજો મેળવ્યા હતા. સાથે જ ઘરના ફોટા પાડ્યા હતા. બાદમાં સુરેશભાઈએ ખેડૂતોને સમજાવ્યા કે જો તમે ટ્રેક્ટર સબસિડી અને લોનથી ખરીદીને ભાડે આપશો તો મહિને 10 હજાર રુપિયા મળશે. લોનના હપ્તા બારોબાર જ ભાડામાંથી ભરાઈ જશે અને ઉપરના 10 હજાર તમને મળશે. આમ સુરેશભાઈને વાતોમાં આવીને ટ્રેક્ટર ખરીદવામાં આવ્યા હતા.
ખેડૂતોના નામે 26 લાખની લોન મેળવી
આરોપી શખ્શોએ ભેગા મળીને વડાલીના જોરાપુર, અંબાવાડા, ભાલુસણા અને ઈડરના કાવા અને ચડાસણાના ખેડૂતોના નામે 4.5 લાખ-4.5 લાખ રુપિયાની લોન મેળવી હતી. એટલે કે કુલ 26 લાખ રુપિયાની લોન મેળવી હતી. જે લોન મેળવ્યા બાદ પાંચેય ટ્રેક્ટર મૂળ માલિક ખેડૂતોને આપવાને બદલે પૈસાના બદલામાં બારોબાર જ અન્ય ગ્રાહકોને વેચી દીધા હતા. આમ બારોબાર ટ્રેક્ટર વેચી દઈને છેતપિંડી આચર્યાની ફરિયાદ નોંધી વડાલી પોલીસે તપાસ શરુ કરી છે. આ લોન કૌભાંડમાં હજુ અન્ય ખેડૂતોને શિકાર બનાવ્યા છે કે કેમ અને અન્ય કોણ કોણ કૌંભાડ આચરવામાં સામેલ છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.
