બહુચરાજી: માતાજીને 2200 લિટર રસ રોટલીનો પ્રસાદ, જાણો ભરશિયાળે રસ રોટલીના પ્રસાદની માન્યતા

બહુચરાજી ધામમાં માતાજીને 2200 લિટર રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો. ત્યારે ભરશિયાળે રસ રોટલીના પ્રસાદની અનોખી માન્યતા છે.

મહેસાણામાં (Mehsana) બહુચરાજી માતાજીને (Bahucharaji Mataji) 2 હજાર 200 લીટર રસ અને રોટલીનો પ્રસાદ અર્પણ કરાયો હતો. આનંદ ગરબા મંડળ (Anand Garba Mandal) તેમજ ભક્તોએ અન્નકૂટનું આયોજન કર્યું હતું. ભરશિયાળે રોટલી અને રસનો પ્રસાદ ધરવા પાછળ એક માન્યતા છે. માનવામાં આવે છે કે, ભરશિયાળે માતાજીએ તેમના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા રસ રોટલીની નાત જમાડી હતી.

માતાજીના આ પરચાને આજે પણ જીવંત રાખવામાં આવ્યો છે. અહી માગશર સુદ બીજની રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચઢાવાય છે. ત્યારબાદ અહી આવતા હજારો ભક્તોને રસ રોટલી જમાડવામાં આવે છે.

જણાવી દઈએ કે લગભગ 345 વર્ષ પહેલાં માતાજીએ અનોખો પરચો પૂર્યો હોવાનું કહેવાય છે. ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ અનોખો પરચો પૂર્યો હતો. તો આ પરંપરાને જીવંત રાખવા ભક્તો દ્વારા આજે પણ એજ રીત ઉજવણી કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: Tv9 Impact: અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી જાગી, દાહોદથી ચિત્તોડગઢને જોડતા હાઈ-વેનું સમારકામ શરુ

આ પણ વાંચો: Share Market : ચાલુ સપ્તાહે આ શેર્સ ઉપર રાખજો નજર, કારોબારમાં ઉચિત સમયે લીધેલો નિર્ણય માલામાલ બનાવી શકે છે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati