Mehsana : અસહ્ય બફારા બાદ મોડી સાંજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતમાં(Gujarat)  હવામાન વિભાગની(IMD)  આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં મહેસાણા(Mehsana)  જિલ્લામાં પણ આજે વરસાદી વાતાવરણ જામ્યું હતું. જેમાં જિલ્લામાં અસહ્ય બફારા અને ગરમી બાદ વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 11:14 PM

ગુજરાતમાં(Gujarat)  હવામાન વિભાગની(IMD)  આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં મહેસાણા(Mehsana)  જિલ્લામાં પણ આજે વરસાદી વાતાવરણ જામ્યું હતું. જેમાં જિલ્લામાં અસહ્ય બફારા અને ગરમી બાદ વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી.નોંધનીય છે કે રાજ્યમાં 24 કલાકમાં રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે.પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં સતત ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો હતો.  આજે પણ સવારથી ભારે બફારાના અનુભવ બાદ  વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી  હતી.

આગામી પાંચ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત થન્ડરસ્ટોમ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તેમજ આજે રાજકોટ અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે 12 સપ્ટેમ્બરે સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમ જ વડોદરા ભરૂચ નવસારી તાપી વલસાડ પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 13 સપ્ટેમ્બરે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી ત્યારે અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">