સુરત : ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળક પર ચાલકે ચઢાવી દીધી કાર, જુઓ વીડિયો

સુરત : ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળક પર ચાલકે ચઢાવી દીધી કાર, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2023 | 2:17 PM

સુરતમાં માતા-પિતા અને કાર ચાલક બંનેની બેકાળજીભરી એક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં એક કાર ચાલકે રસ્તા પર ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળકને કચડી નાખ્યો છે. દિવાળીનો તહેવાર હોવાથી હાલમાં લોકો રસ્તા પર ફટાકડા ફોડતા હોય છે.

સુરતના કતારગામ વિસ્તારમાં દિવાળીના સમયે રસ્તા પર એક બાળક ફટાકડા ફોડી રહ્યો હતો. તે જ સમયે આ બાળકને કાર ચાલકે કાર નીચે કચડી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. માત્ર 7 વર્ષના બાળક પર કાર ચાલકે કાર ચઢાવી દીધી હતી. તેના કાળજુ કંપાવી દેનારા CCTV પણ સામે આવ્યા છે.

સુરતમાં માતા-પિતા અને કાર ચાલક બંનેની બેકાળજીભરી એક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં એક કાર ચાલકે રસ્તા પર ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળકને કચડી નાખ્યો છે. દિવાળીનો તહેવાર હોવાથી હાલમાં લોકો રસ્તા પર ફટાકડા ફોડતા હોય છે. ત્યારે સુરતમાં 7 વર્ષનો બાળક પણ પોતાના ઘર બહાર ફટાકડા ફોડી રહ્યો હતો. અચાનક એક કાર ફુલ સ્પીડમાં ટર્ન લઇને બાળકને કચડી નાખે છે. આ ઘટના CCTVમાં કેદ થઇ છે.

આ પણ વાંચો- Breaking News : ડોડામાં ભયાનક માર્ગ અકસ્માત, જમ્મુ જઈ રહેલી બસ ખાડામાં પડી, 20ના મોત, 15 ઈજાગ્રસ્ત

આ ઘટનામાં બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. જો કે બાળકને માથા અને મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. માતા-પિતા માટે અને રસ્તા પર ફટાકડા ફોડતા લોકો માટે આ એક ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. બાળકની હાલ સારવાર ચાલી રહી છે.

(with input-Nilesh Gamit)

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">