AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : છઠ પૂજા માટે વતન જતા લોકો માટે રેલવે વિભાગની વિશેષ વ્યવસ્થા, સ્પેશિયલ ટ્રેન ચાલશે

છઠ પૂજાને લઈને લોકો વતને જતા હોય છે. ત્યારે આવા લોકો અને મુસાફરોને મદદરૂપ થવા માટે પશ્ચિમ રેલવે વિશેષ આયોજન કર્યું છે. પશ્ચિમ રેલવે વિશેષ ભાડા સાથે સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. રેલવે અમદાવાદથી બરૌની તેમજ અમદાવાદથી દરભંગા માટેની વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

અમદાવાદ : છઠ પૂજા માટે વતન જતા લોકો માટે રેલવે વિભાગની વિશેષ વ્યવસ્થા, સ્પેશિયલ ટ્રેન ચાલશે
Darshal Raval
| Edited By: | Updated on: Nov 15, 2023 | 1:02 PM
Share

અમદાવાદ : દિવાળી અને નવા વર્ષ દરમિયાન સાથે સાથે છઠ પૂજા પણ છે. જેનું વિશેષ મહત્વ રહેલ છે. જે છઠ પૂજાને લઈને લોકો વતને જતા હોય છે. ત્યારે આવા લોકો અને મુસાફરોને મદદરૂપ થવા માટે પશ્ચિમ રેલવે વિશેષ આયોજન કર્યું છે. પશ્ચિમ રેલવે વિશેષ ભાડા સાથે સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. રેલવે અમદાવાદથી બરૌની તેમજ અમદાવાદથી દરભંગા માટેની વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

પશ્ચિમ રેલવે દ્વારા છઠપૂજા તહેવારને અનુલક્ષીને યાત્રીઓની સુવિધા માટે આ વ્યવસ્થા કરાઈ છે. બે વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને લઈને અમદાવાદ – બરૌની અને અમદાવાદ – દરભંગા વચ્ચે ટ્રેન ચાલતા આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ, પ્રતાપગઢ, અયોધ્યા, ગોરખપુર, પનિયાહવા, રક્સૌલ અને સીતામઢીના મુસાફરોને સીધો ફાયદો થશે.

આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

અમદાવાદ-બરૌની સ્પેશિયલ ટ્રેન 14 નવેમ્બરના રોજ અમદાવાદથી 23:45 કલાકે ઉપડી તેના ત્રીજા દિવસે 15 કલાકે બરૌની પહોંચશે. જે ટ્રેન તેના રૂટમાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર હોલ્ડ કરશે.

અમદાવાદ બરોની ટ્રેનમાં બે 2-ટિયર એસી, ત્રણ 3-ટિયર એસી કોચ રિઝર્વ્ડ અને 6 સ્લીપર ક્લાસના અનરિઝર્વ્ડ તેમજ 8 સામાન્ય દ્વિતિય ક્લાસના કોચ રહેશે.

આ પણ વાંચો- વડોદરા :શિનોરમાં નર્મદા નદીમાં તણાયેલા ત્રણ કિશોરોનો હજુ કોઈ પત્તો નહીં, ફરી શોધખોળ શરુ, જુઓ વીડિયો

અમદાવાદ – દરભંગા સ્પેશિયલ ટ્રેન આજે 15 નવેમ્બરના રોજ અમદાવાદ થી 22:20 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 16:45 કલાકે દરભંગા પહોંચશે. જે ટ્રેન તેના રૂટમાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ, પ્રતાપગઢ, અયોધ્યા, ગોરખપુર, પનિયાહવા, રક્સૌલ અને સીતામઢી સ્ટેશનો પર હોલ્ડ કરશે. આ ટ્રેનમાં તમામ કોચ એસી ઈકોનોમી ક્લાસના છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">