Surat : VNSGUમાં BSCની સેમેસ્ટર-2ની પરીક્ષામાં છબરડો, 13ના બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર અપાયું,જુઓ Video

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BSCની પરીક્ષામાં મોટો છબરડો બહાર આવ્યો છે. સેમેસ્ટર 2ની પરીક્ષામાં 13ના બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર પુછવામાં આવ્યુ હતુ.જેના કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા.

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 06, 2024 | 12:06 PM

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BSCની પરીક્ષામાં મોટો છબરડો બહાર આવ્યો છે. સેમેસ્ટર 2ની પરીક્ષામાં 13ના બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર પુછવામાં આવ્યુ હતુ.જેના કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા.

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BSCની સેમેસ્ટર-2ની પરીક્ષામાં છબરડો બહાર આવ્યો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને 13ના બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર અપાયું હતુ. કેટલાંક પરીક્ષા કેન્દ્રો પર તો પ્રશ્નપત્રના બીજી તરફ કંઇ છપાયું જ નહોતુ. છબરડા અંગે ફેક્ટ કમિટીમાં રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો- દાહોદ વીડિયો : લોકસભા ચૂંટણીને લઈ પોલીસ વિભાગ સતર્ક, દાહોદ બોર્ડર પર હાથ ધરાયુ વાહનોનું ચેકિંગ

સમગ્ર મામલે કુલપતિએ નિવેદન આપ્યુ છે કે પ્રશ્નપત્ર બનાવનાર વિરૂદ્ધ ફેક્ટ કમિટી કાર્યવાહી કરશે. વિદ્યાર્થીઓના પૂર્વ ડેટાના આધારે તેમને માર્ક આપવામાં આવશે. આગામી સમયમાં તેમને પ્રશ્નપત્ર છાપનારને ફરીથી ઓર્ડર ન આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">