Gujarati VIDEO : ભારે કરી ! ચાલુ લગ્નમાં ભારે પવનને કારણે મંડપ ઉડી ગયો, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે વરરાજા ઘોડે ચડીને હજુ મંડપમાં પહોંચે છે, ત્યાં જ ભારે પવનને કારણે મંડપ ઉડી જાય છે.
મહિસાગર જિલ્લાના સંતરામપુરના ગોથીબ ગામે લગ્ન મંડપ ઉડી ગયો. ભારે પવનને કારણે જાનૈયાઓ પર મંડપની પાઈપો પડી હતી. લગ્ન મંડપ ઉડતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તો અમુલ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે વરરાજા ઘોડે ચડીને હજુ મંડપમાં પહોંચે છે, ત્યાં જ ભારે પવનને કારણે મંડપ ઉડી જાય છે.
લગ્ન મંડપ ઉડતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ
આ પહેલા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીકના એક ગામમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં મંડપ સાથે ત્રણ યુવાનો હવામાં ઉડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનામાં ત્રણ યુવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી. મહત્વનુ છે કે બોડેલીના કાથોલ ગામે એક પરિવારમાં લગ્ન પ્રસંગની વિધિ ચાલી રહી હતી.
વરરાજા ઘોડે ચડીને હજુ મંડપમાં પહોંચે, ત્યાં જ….!
આ દરમિયાન અચાનક વાવાઝોડું આવતા મંડપ ઉડવા લાગ્યો. જેમાં મંડપ બચાવવા માટે ત્રણ યુવાનોએ મંડપને પકડ્યો પરંતુ ભારે પવનને કારણે મંડપની સાથે ત્રણ યુવાનો પણ ઉડવા લાગ્યા અને બાદમાં નીચે પટકાયા હતા આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
