Ms Dhoni નો ગજબનો દિવાનો! લગ્ન કંકોત્રી પર ગણેશજી સાથે ધોનીની તસ્વીર છપાવી

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં ચેપોકમાં પરસેવો વહાવી તૈયારીઓ કરી રહ્યો છે. ધોનીની ટીમ ચેન્નાઈ 31 માર્ચે રમાનારી ઓપનિંગ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.

Ms Dhoni નો ગજબનો દિવાનો! લગ્ન કંકોત્રી પર ગણેશજી સાથે ધોનીની તસ્વીર છપાવી
Ms Dhoni ના દિવાનાએ કંકોત્રીમાં ધોનીની તસ્વીર છપાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 11:24 AM

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને લઈ દેશ જ નહીં દુનિયાભરમાં ચાહકો છે. તેની રમતને જોવા માટે એકમાત્ર મોકો IPL જ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીની રમતના માણવા માટે દર્શકો આતુરતાથી આઈપીએલ શરુ થવાની રાહ જોતા હોય છે. ચેન્નાઈના કેપ્ટન ધોની માટે તામિલનાડુ અને કર્ણાટકમાં પણ ગજબ દિવાનગી જોવા મળે છે. અનેક વાર ધોનીના માટેની દિવાગનીના પૂરાવાઓના કિસ્સાઓ જોવા મળતા હોય છે. આવુ જ કંઈક હવે એક યુવાને કરી દેખાડ્યુ છેય પોતાના લગ્નની પત્રિકા પર મહેન્દ્રસિંહ ધોનીની તસ્વીર છપાવી છે.

આમ તો તમે લગ્નની આમંત્રણ પત્રિકાઓ પર ભગવાનની તસ્વીરો જોવા મળતી હોય છે. પરંતુ ધોનીની ફેન્સે તો પોતાના પસંદગીના ક્રિકેટર ધોનીની તસ્વીર પ્રિન્ટ કરાવી છે. હવે તેની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કંકોતરી પર ધોની

ધોનીના માટે દિવાનગી દર્શાવનાર ફેન કર્ણાટકનો છે. તેણે છપાવેલ લગ્નની કંકોતરી પર ધોનીને સ્થાન આપવાં આવ્યુ છે. સામંથ કુમાર એજે નામના આ યુવકના લગ્ન ભવ્યશ્રી સાથે રવિવારે યોજાનારા છે. એટલે કે 12 માર્ચે આ લગ્ન યોજાનાર છે. જોકે તેના લગ્નની કંકોતરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગી છે. તેના લગ્નના આમંત્રણ કાર્ડ પર ડાબી બાજુએ ગણેશજીની તસ્વીર મુકવામાં આવી છે. સાથે સાથે જમણી બાજુ ધોનીની તસ્વીર મુકવામાં આવી છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આ તસ્વીર આમંત્રણ પત્રિકા પર જોવા મળવાને લઈ ખૂબ જ પસંદ ચાહકોને આવી રહી છે. તો વળી યુવકે લગ્ન પ્રસંગે ધોનીને આ રીતે યાદ કરવાનુ ચુક્યો નથી.

અગાઉ મેચની ટિકિટના રુપમાં પત્રિકા વાયરલ થઈ હતી

આ પહેલા પણ ધોનીના એક દિવાના દુલ્હાએ પોતાની પત્રિકામાં ધોનીને સ્થાન આપ્યુ હતુ. આ વાત 2018ના સમય છે. ધોનીના ફેને પોતાના લગ્નની કંકોત્રી તેણે અનોખી છપાવી હતી. તેણે ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સના ફેનના રુપમાં જે પત્રિકા બનાવી હતી. જે ચેન્નાઈ સુપર કિંગ્સની ટિકિટના રુપમાં પ્રિન્ટ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">