ખેલૈયાઓ માટે ખુશખબર, મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી- હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત, જુઓ Video
શક્તિ સાધનાના મહાન પર્વ શારદીય નવરાત્રિનો પ્રારંભ 22 સપ્ટેમ્બર, 2025, સોમવારથી થવા જઈ રહ્યો છે. આ નવલા નોરતાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે પોલીસ વિભાગને સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ સાથે જ, નવરાત્રિ દરમિયાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનરને પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

ગૃહ રાજ્યમંત્રીએ ખાસ કરીને કોમર્શિયલ ગરબાના આયોજકોને સૂચના આપી છે કે તેઓ ગુજરાતની સંસ્કૃતિને છાજે તે રીતે અને ભક્તિને ઠેસ ન પહોંચે તે પ્રમાણે નવરાત્રિનું આયોજન કરે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભક્તિને ખલેલ પહોંચાડે તેવા ગીતો અને ઘટનાઓ કોઈપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે. આ ઉપરાંત, ગરબા રમવા જતી બહેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે અપીલ કરી છે કે જો કોઈ નાની તકલીફ પણ હોય તો તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગી શકાય છે. આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે સરકાર નવરાત્રિના પર્વને ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના જળવાઈ રહે તે રીતે ઉજવવા માટે પ્રતિબદ્ધ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video