ગુજરાતમાં હવે ગીતાપાઠ, પ્રાથમિક શાળામાં ભણાવાશે ભગવદ ગીતા, જુઓ વીડિયો
ગીતા જયંતી પર શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. નવી શિક્ષા નીતિ અંતર્ગત સ્કૂલમાં હવે ભગવદ્ ગીતા ભણાવાશે. તો ધોરણ 6 થી 8માં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવશે. ગીતા જ્યંતિના દિવસે પાઠ્યપુસ્તક જાહેર કરવામાં આવ્યુ છે.
ગીતા જયંતી પર શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. નવી શિક્ષા નીતિ અંતર્ગત સ્કૂલમાં હવે ભગવદ્ ગીતા ભણાવાશે. તો ધોરણ 6 થી 8માં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવશે. ગીતા જ્યંતિના દિવસે પાઠ્યપુસ્તક જાહેર કરવામાં આવ્યુ છે. તો ગીતાજીના સિદ્ધાંતો અને મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. તો “ગીતાના પાઠથી બાળકોને જીવનમાં ઘણો લાભ થશે” તેમજ “વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ ભગવત ગીતા દ્વારા થઈ શકે”છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું
તો બીજી તરફ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે “જે કામ કરવાનું હોય એના કરતા અન્ય કામ કરવા સરકાર પંકાયેલી” આ સાથે જ જણાવ્યુ કે “સરકાર પોતે પહેલા ગીતાના નીતિનિયમોનું પાલન કરે” ત્યારબાદ જ “ભગવત ગીતાનો સંદેશ સરકાર પોતે વાંચે અને પછી બીજાને આપે” તેમજ જણાવ્યુ કે “સરકાર ગુરુ આપતી નથી, 32 હજારથી વધુ જગ્યાઓ ખાલી” પડી છે.
તો સરકાર “ગુરુ આપ્યાં વિના ગીતા જ્ઞાન આપવાની વાત કરે છે”. આ ઉપરાંત મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે “સરકાર થિયરી ઓફ કર્મને આત્મસાત કરે એ જરૂરી”. આ પ્રકારના અનેક નિવેદન કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તરફથી આવી રહ્યા છે.