Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ વીડિયો : ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણાને આમંત્રણ, 2 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ

રાજકોટ વીડિયો : ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણાને આમંત્રણ, 2 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2024 | 1:22 PM

પરશોત્તમ રુપાલાએ કરેલી ટિપ્પણી પર ક્ષત્રિય સમાજ વિરોધ કરીને ટિકીટ પરત ખેચવા માટેની માગ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટના રતનપરમાં મહા સંમેલનનું યોજશે. મહા સંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળશે.

પરશોત્તમ રુપાલાએ કરેલી ટિપ્પણી પર ક્ષત્રિય સમાજ વિરોધ કરીને ટિકીટ પરત ખેચવા માટેની માગ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટના રતનપરમાં મહા સંમેલનનું યોજશે. મહા સંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળે છે.

કાઠી દરબાર, કારડીયા દરબાર, ગરાસીયા દરબાર, ગુર્જર ઠાકોર સહિતના લોકો એક મંચ પર જોવા મળશે. સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો આ મહા સંમેલનમાં ઉપસ્થિત છે. જેના પગલે 4૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવે છે. ક્ષત્રિય સમાજની કોર કમિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મહિપાલ સિંહ મકરાણાને આમંત્રણ આપવામાં આવ્યુ છે. ક્ષત્રિય સમાજના 15 જેટલા આગેવાનો સભાને સંબોધન કરશે. સભાસ્થળે 2 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસ વિભાગની બાજ નજર રાખવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">