અમિત શાહના ગુજરાત પ્રવાસના બીજા દિવસના કાર્યક્રમ દરમિયાન ત્રિરંગા યાત્રાથી વિકાસ યાત્રા સુધીનો જાણો આજનો સમગ્ર કાર્યક્રમ- Video
ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા અમિત શાહ તિરંગા યાત્રામાં જોડાયા હતા. બપોરે 3:30 કલાકે નળ સરોવર સાણંદ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા અમિત શાહ તિરંગા યાત્રામાં જોડાયા હતા. બપોરે 3:30 કલાકે નળ સરોવર સાણંદ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રાનું આયોજન નળ સરોવર, ગઢીયા ચાર રસ્તા, સાણંદ પોલીસ સ્ટેશન થઈ મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, તિરંગા યાત્રા બાદ અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં યોજાઇ રહેલ એક કાર્યક્રમમાં અમિત શાહ કહે છે કે, આજની મુલાકાત બદલ હું ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી તથા અમદાવાદના મેયરનો દિલથી આભાર માનું છું. આજે અમદાવાદમાં રૂ. 1,550 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કુલ 31 વિકાસ કામોનું લોકાર્પણ અને 60 નવા પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત સાથે ત્રણ સંકુલમાં 1,070થી વધુ લોકોને ઘર આપવામાં આવ્યા છે, જે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે.
અમદાવાદ શહેર સાથે મારો સંબંધ ખાસો જૂનો છે, હું નારણપુરામાં 40 વર્ષ સુધી રહ્યો છું. આજે જ્યારે પલ્લવ બ્રિજ જોઈ રહ્યો હતો, ત્યારે વિકાસની ગતિ જોઈ આનંદ થયો. આ સાથે સાથે હું અપીલ કરવા આવ્યો છું કે, આપણે સૌ મળીને વૃક્ષારોપણને જીવનનો ભાગ બનાવીએ.
દર વર્ષે ચોમાસામાં આપણે સૌ મળીને વૃક્ષો વાવીએ, નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનને આગળ વધારીએ. દરેક સોસાયટીમાં ઓછામાં ઓછા 15થી 50 વૃક્ષો વાવવાનું મિશન હવે આપણું હોવું જોઈએ.
અમિત શાહે ઓપરેશન સિંદૂરને લઈને પણ વાત કરી અને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદ વિરુદ્ધ ઐતિહાસિક પગલાં લીધાં છે. એર સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈક પછી હવે “ઓપરેશન સિંદૂર” દ્વારા પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને વિશ્વને કડક સંદેશ આપ્યો છે.
પાકિસ્તાન સતત દાવો કરતું રહ્યું કે, તેમનાં દેશમાં આતંકવાદીઓ નથી, ત્યાં ઓપરેશન સિંદૂરની મિસાઈલોએ 100 કિમી અંદર ઘુસીને આતંકીઓનો ખાત્મો કરી નાખ્યો હતો.
વડાપ્રધાન મોદીએ દેશની જનતાને સંબોધતાં સ્પષ્ટ કહ્યું કે, લોહી અને પાણી એકસાથે નહીં વહે. આતંક અને વેપાર સાથે નહીં ચાલી શકે. હવે જે પણ વાત થશે એ પાક ઓક્યુપાઈડ કાશ્મીરને લઈને જ થશે. વર્ષોથી ચાલી રહેલા આતંકને ગુજરાતી પુત્રએ જવાબ આપ્યો છે.