Kheda: 31 ડિસેમ્બર પહેલા નડિયાદના આખડોલમાંથી મોટા પ્રમાણમાં પકડાયો વિદેશી દારૂનો જથ્થો, પોલીસ ઉંઘતી રહી અને SMCએ બોલાવ્યો સપાટો

Kheda: નડિયાદના આખડોલમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલએ દારૂ કટીંગ પર દરોડા કરી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. 12.40 લાખના વિદેશી દારૂ સહિત 17લાખ 45 હજાર 700નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 6:43 PM

ખેડામાં 31st પહેલા જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નડિયાદ પોલીસ ઉંઘતી રહી અને ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂનો જથ્થો ખેડા જિલ્લા પંચાયતના સભ્યના પતિ અને આખડોલ ગામના પૂર્વ સરપંચના પતિનો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. વિજિલન્સની ટીમે દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે પાંચ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. કુલ 19 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી એક આરોપી પકડાયો છે. બાકીના તમામ વોન્ટેડ છે. વિજિલન્સની ટીમે બુટલેગર હિતેશ કનુભાઈ પરમારની ધરપકડ કરી છે. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક ટ્રેક્ટર તથા ટ્રોલી મળી કુલ રૂપિયા 17 લાખ 45 હજાર 700નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

12.40 લાખનો વિદેશી દારૂ કરાયો જપ્ત

નડિયાદના રૂરલ પોલીસની હદમાં આવેલ આખડોલ ગામની સીમમાંથી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ સ્ટેટ મોનિટરીંગ સેલે કર્યો છે. ગત ગુરુવારની રાત્રે ગામની સીમમાં જે સાયરસ ડી.જે.વાળાના ઘરેથી થોડે દૂર ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના કન્ટીંગ પર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી. અહીં ટ્રેક્ટરની ટ્રોલીમાં ઈંગ્લિશ દારૂની 337 બોટલો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 7392 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો છે. પોલીસે અહીંથી એક ટ્રેક્ટર અને ટ્રોલી મળી કુલ 17 લાખ 45 હજાર 700નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં સ્થળ પરથી હિતેશ કનુભાઈ પરમાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી- ખેડા

Follow Us:
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">