Gujarat 12th Result 2024 : ગુજરાત ધોરણ-12ના આ સ્ટ્રિમનું રિઝલ્ટ થઈ શકે છે જાહેર, આ રીતે કરો ચેક

Gujarat 12th HSC Science Result 2024 Date and time : ગુજરાત બોર્ડ 12માનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. ગયા વર્ષે સાયન્સ સ્ટ્રીમમાં કુલ 83.22 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

Gujarat 12th Result 2024 : ગુજરાત ધોરણ-12ના આ સ્ટ્રિમનું રિઝલ્ટ થઈ શકે છે જાહેર, આ રીતે કરો ચેક
Gujarat 12th Result 2024
Follow Us:
| Updated on: May 04, 2024 | 12:05 PM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ઇન્ટરમીડિયેટ સાયન્સ પ્રવાહની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે.

પરિણામો GSHSEB ની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. જો કે ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

અંદાજે 4 લાખ વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા

ગુજરાત બોર્ડે માર્ચમાં ગણિત, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવન વિજ્ઞાનની પરીક્ષા માટે HSC વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડી હતી. આ વર્ષે ગુજરાત બોર્ડની HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં લગભગ 4 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

પરીક્ષા સવારની પાળીમાં સવારે 10:30 થી 1:45 અને બપોરની પાળીમાં 3 થી 6:15 સુધી લેવામાં આવી હતી. ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પ્રથમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આર્ટસ અને કોમર્સ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

Gujarat 12th HSC Science Result 2024 આ રીતે કરો ચેક

  • ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાઓ.
  • અહીં 12મા સાયન્સ રિઝલ્ટના પરિણામ 2024ની લિંક પર ક્લિક કરો.
  • હવે રોલ નંબર દાખલ કરો અને સબમિટ કરો.
  • માર્કશીટ તમારી સ્ક્રીન પર દેખાશે.

2023માં સાયન્સના રિઝલ્ટનું પરિણામ કેવું રહ્યું?

ગયા વર્ષે ગુજરાત બોર્ડ 12મા સાયન્સના રિઝલ્ટમાં કુલ 83.22 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 2022માં સાયન્સના રિઝલ્ટનું પરિણામ 72.02 ટકા આવ્યું હતું. કોરોના મહામારીને કારણે 2021માં પરીક્ષા લેવામાં આવી ન હતી અને પરિણામ 100 ટકા નોંધાયું હતું. સાયન્સ રિઝલ્ટનું પરિણામ 2020માં 71.34% અને 2019માં 71.9% રહ્યું હતું.

Latest News Updates

આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
g clip-path="url(#clip0_868_265)">