Sunscreen : દિવસમાં કેટલી વાર અને ક્યા સમયે સનસ્ક્રીન લગાવવી જોઈએ ? જાણો આ મહત્વની બાબતો

Sunscreen Facts : સનસ્ક્રીન આપણી સ્કીનને સૂર્યપ્રકાશ અને ખતરનાક UV કિરણોથી બચાવવાનું કામ કરે છે. પરંતુ મોટા ભાગના લોકો તે મૂંઝવણમાં રહે છે કે તેને દિવસમાં કેટલી વાર લગાવવી જોઈએ અને ક્યારે લગાવવી જોઈએ. જો તમે તમારી સ્કીનના પ્રકારનું ધ્યાન ન રાખો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આવો તમને જણાવીએ આ બ્યુટી પ્રોડક્ટ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો...

Sunscreen : દિવસમાં કેટલી વાર અને ક્યા સમયે સનસ્ક્રીન લગાવવી જોઈએ ? જાણો આ મહત્વની બાબતો
sunscreen
Follow Us:
| Updated on: May 04, 2024 | 11:41 AM

ઉનાળામાં ત્વચા કાળી પડવી એ સામાન્ય બાબત છે. કારણ કે UVA અને UVB કિરણો તેનું મુખ્ય કારણ છે. સૂર્યપ્રકાશના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી કાળી પડી ગયેલી ત્વચા ફરી સામાન્ય થતી નથી. કેટલાક લોકોને માત્ર સૂર્યપ્રકાશને કારણે જ નહીં પરંતુ ગરમીને કારણે પણ ટેનિંગ અથવા સનબર્ન થાય છે.

નિષ્ણાતો કહે છે કે તેની પાછળનું કારણ મેલાનિનમાં વધારો છે. જ્યારે UVએ કિરણો ત્વચાના અંતિમ સ્તર સુધી પહોંચે છે, ત્યારે મેલાનિનનું ઉત્પાદન વધે છે. ત્વચાના ટોન અથવા રંગ પાછળ મેલાનિનની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

મહિલાઓ જ નહીં પુરુષો પણ લગાવે છે સનસ્ક્રીન

જો તે વધારે થઈ જાય તો ત્વચા કાળી થવા લાગે છે. એવું કહેવાય છે કે UVB કિરણો સનબર્નનું કારણ બને છે પરંતુ જેની ત્વચા પહેલેથી જ કાળી છે તેમને તેની અસર થતી નથી. ત્વચાને કાળી પડવાથી બચાવવા માટે સનસ્ક્રીન બેસ્ટ ઉપાય છે. છેલ્લા વર્ષોમાં ભારતમાં તેનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. ત્વચાને યુવી કિરણોથી બચાવવા માટે માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો પણ દરેક સિઝનમાં સનસ્ક્રીન લગાવે છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

જો કે હજુ પણ લોકો સનસ્ક્રીન વિશે ઓછી માહિતી ધરાવે છે. મોટાભાગના લોકોને એ પણ ખબર નથી હોતી કે આપણે તેને દિવસમાં કેટલી વાર ત્વચા પર લગાવવી જોઈએ અથવા તેને લગાવવાનો યોગ્ય સમય ક્યો છે. ચાલો તમને જણાવીએ….

સનસ્ક્રીન શા માટે જરુરી છે?

સનસ્ક્રીન લગાવવાથી UVA કિરણો ત્વચાને મોટું નુકસાન થતું અટકાવે છે. આ બ્યુટી પ્રોડક્ટ ત્વચા પર આવરણ જેવું કામ કરે છે. જો કે તેને લગાવતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો તમને જણાવીએ..

તમારે દિવસમાં કેટલી વાર સનસ્ક્રીન લગાવવી જોઈએ?

ઉનાળા દરમિયાન આપણે દર 2 થી 3 કલાકે ત્વચા પર સનસ્ક્રીન લગાવવું જોઈએ. રિપોર્ટ્સ અનુસાર બહાર નીકળ્યાના 10 મિનિટ પછી ત્વચામાં બળતરા થવા લાગે છે. SPF 30 વાળી સનસ્ક્રીન ત્વચાને 5 કલાક સુધી UV કિરણોથી બચાવે છે. તેનું ગણિત આપણને કહે છે કે, જો આપણે 10 ને 30 વડે ગુણાકાર કરીએ તો આપણને 300 મિનિટ એટલે કે 5 કલાક મળે છે. તેથી, આપણે દિવસમાં ઓછામાં ઓછા 3 વખત સનસ્ક્રીન લગાવવું જોઈએ.

સનસ્ક્રીન ક્યારે લગાવવી જોઈએ?

સનસ્ક્રીન લગાવવાનો યોગ્ય સમય પણ જાણવો જોઈએ. જો તમે ઉનાળામાં બહાર ફરવા જાવ છો તો અડધા કલાક પહેલા તેને ચહેરા, હાથ અને પગ પર લગાવો. કારણ કે આમ કરવાથી તે યોગ્ય રીતે શોષાય છે અને ત્વચાનું રક્ષણ કરે છે. જો તમે ઘરની બહાર ન જતાં હોય તો પણ સનસ્ક્રીન લગાવવાનું ભૂલવું જોઈએ નહીં. તેને સ્નાન કર્યા પછી અને સાંજે ચહેરો ધોયા પછી અને રાત્રે સૂતા પહેલા લગાવવાનું ભૂલશો નહીં.

કઈ સનસ્ક્રીન સારી આવે છે?

SPFને ધ્યાનમાં રાખીને સનસ્ક્રીન ખરીદવી જોઈએ. 20 થી 70 SPF નું સનસ્ક્રીન મળવું સામાન્ય છે. આ સિવાય તે જેલ, સ્પ્રે, ક્રીમ, બટર, સ્ટીક અને ઓઈલ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. તેથી, તેને પસંદ કરતી વખતે તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખો. તે ઉત્પાદનનો ઉપયોગ કરો જેમાં તમે આરામદાયક અનુભવો છો. નિષ્ણાતની સલાહ લો અને પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં. ક્રીમી સનસ્ક્રીન શુષ્ક ત્વચાના લોકો માટે બેસ્ટ છે અને જેલ આધારિત સનસ્ક્રીન ઓઈલી સ્કીનના લોકો માટે બેસ્ટ છે.

વોટર રેસિસ્ટેન્ટ સનસ્ક્રીન

ઉનાળામાં ગરમી વધારે પરેશાન કરે છે. જેમાં પણ ભેજ વધુ પરેશાન કરે છે. લોકો સનસ્ક્રીનને અવગણે છે કારણ કે તે ચીપચીપું હોય છે. તમારે આ સિઝનમાં પણ સનસ્ક્રીન રૂટિનનું પાલન કરવું જોઈએ. આવી સ્થિતિમાં વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન પસંદ કરવું બેસ્ટ સાબિત થઈ શકે છે.

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">