ખેડા: નડિયાદની 20 વર્ષની યુવતીએ પોકેટમનીમાંથી સિક્કિમમાં રોડ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મોકલી આર્થિક મદદ

Dharmendra Kapasi

|

Updated on: Dec 29, 2022 | 7:10 PM

Kheda: નડિયાદની કોલેજિયન યુવતિ વિધિ જાધવ સિક્કિમમાં માર્ગ દુર્ઘટનામાં શહીદ થયેલા સૈનિકોના પરિવાર માટે સંવેદનાનું સૂત્ર બની છે. તેણીએ તેની પોકેટમનીની રકમમાંથી રોડ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આર્થિક મદદ મોકલી છે. વિધિએ અત્યાર સુધીમાં 153થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે.

ખેડા: નડિયાદની 20 વર્ષની યુવતીએ પોકેટમનીમાંથી સિક્કિમમાં રોડ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મોકલી આર્થિક મદદ

ખેડાના નડિયાદની વિધિ જાદવ સૈનિક પરિવારો માટે સંવેદનાનું સૂત્ર બની છે. નડિયાદની કોલેજિયન યુવતિ વિધિ જાધવે પોકેટમનીના પૈસામાંથી રોડ દુર્ઘટનાના શહીદ જવાનોના પરિવારોને આર્થિક મદદ મોકલી છે. 20 વર્ષિય વિધિ જાધવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર જવાના બદલે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારો વચ્ચે જઈ તેમના દુ:ખને હળવુ કરે છે. વિધિ જાધવે અત્યાર સુધીમાં 153થી વધુ શહીદ પરિવારની મુલાકાત લીધી છે. દેશની સેવા કરતા કોઈ જવાન શહાદત વહોરે ત્યારે એ શહીદ પરીવારને વિધિ જાધવ અચૂક મદદરૂપ થાય છે.

સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં શહીદ થયેલા 16 સૈનિકોના પરિવારને મોકલી આર્થિક મદદ

તાજેતરમાં સિક્કિમ ખાતે રોડ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિએ આશ્વાસન પત્ર તેમજ 5000 રૂપિયાની આર્થિક મદદ ફૂલ નહીં તો ફુલની પાંખડી તરીકે મોકલી આપી છે. આ દુર્ઘટનામાં શહીદ થયેલા કુલ 16 જવાનોના પરિવારો પૈકી વિધિએ હાલમાં જે પરિવારોની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી તેવા શહીદ થયેલા પાંચ જવાનોના પરિવારોને 5000-5000ની રકમ મોકલી આપી છે. જ્યારે બાકીના તમામ શહીદ પરિવારોને પણ ટુંક સમયમાં આર્થિક મદદ મોકલવાનું આયોજન છે.

શહીદ સૈનિકોના સંતાનોના શિક્ષણના ખર્ચમાં મદદરૂપ થવાની પણ ઈચ્છા

વેકેશન દરમિયાન તેઓ આ પરિવારોની મુલાકાત પણ લેશે. જ્યારે તેને પૂછાયુ કે તેઓ આ શહીદ પરિવારો માટે બીજું કઈ કરવા માગે છે? તો આ સંદર્ભે તેણીએ જણાવ્યું કે તેઓ શહીદ થયેલા સૈનિક પરિવારો પૈકી જે પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા પરિવારના સંતાનોના શિક્ષણનો ખર્ચ તથા ખાસ કરીને તેમની દીકરીઓના લગ્નમાં પણ આર્થિક મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ તો વિધિનો પરિવાર કંઈ માલેતુજાર નથી.

મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે. પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો. વિધિ જાદવ સરહદ પર શહીદ થતા દેશના સપુતો પ્રતિ સંવેદના તથા ફૂલની પાંખડીરૂપ નાણાંકીય સેવા માટે વરસોથી સક્રિય છે.

આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર ન જતાં આવા દેશ માટે શહીદ થયેલા જવાનોના કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમની સંવેદનાના દુ:ખને હળવું કરે છે. આ દીકરીએ સંવેદના તથા માનવતાના આ મિશન પર દિલ્હી-પંજાબ-હરિયાણા-ઉત્તરાખંડ-રાજસ્થાનના શહિદ થયેલા સૈનિકોના પરિવારોની મુલાકાત લીધી હતી. શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિ આત્મિયતા અને સંવેદનાથી મળે છે અને પોતાપણું બતાવે છે. વિધિના આગમનને દરેક શહિદ પરિવારે હર્ષ, આનંદ અને ગર્વથી વધાવે છે. વિધિની વિદાય વેળાએ આ પરિવારોના ગર્વમાં છુપાયેલી વેદના પણ જોવા મળી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati