ખેડા: દોઢ મહિના બાદ ઘીના સેમ્પલનો આવ્યો રિપોર્ટ, નકલી ઘી બનાવનાર ઠાસરાનો રહેવાસી, જુઓ વીડિયો
ખેડાના સલુણમાંથી ફૂડ વિભાગે દોઢ માસ અગાઉ ઘીના 4 સેમ્પલ લીધા હતા, તેનો રિપોર્ટ આવી ગયો છે અને હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે નકલી ઘી બનાવનાર વેપારી ઠાસરા તાલુકાનો વતની છે. આરોગ્ય વિભાગે નકલી ઘી બનાવનાર વેપારી સામે દંડનીય કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. નિયમ મુજબ નકલીના કેસમાં રૂપિયા 5 લાખ સુધીના દંડની જોગવાઇ છે.
ખેડા: આખરે દોઢ મહિના બાદ ખેડા જિલ્લામાંથી ઘીના સેમ્પલનો સબ સ્ટાન્ડર્ડ રિપોર્ટ આવ્યો છે. ખેડાના સલુણમાંથી ફૂડ વિભાગે દોઢ માસ અગાઉ ઘીના 4 સેમ્પલ લીધા હતા, તેનો રિપોર્ટ આવી ગયો છે અને હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે નકલી ઘી બનાવનાર વેપારી ઠાસરા તાલુકાનો વતની છે.
આરોગ્ય વિભાગે નકલી ઘી બનાવનાર વેપારી સામે દંડનીય કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. નિયમ મુજબ નકલીના કેસમાં રૂપિયા 5 લાખ સુધીના દંડની જોગવાઇ છે.
આ પણ વાંચો- ભરૂચ : ભગવાનના ફોટાવાળા ફટાકડાનું વેચાણ અટકાવવા હિન્દૂ સંગઠનની માંગ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ખેડા જિલ્લાના મહેમદાવાદના વરસોલા પાસેથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. પામોલિન તેલ અને અન્ય પદાર્થો ભેળવીને ઘી બનાવતા હતા. આવું અખાદ્ય ઘી બાલાજી બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં વેચી દેતા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તો અખાદ્ય ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
