હવે કાશ્મીરનું કેસર ઉગશે ગોંડલમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી યુવા ખેડૂતનો નવતર પ્રયોગ
ગોંડલમાં હવે કાશ્મીરનું કેસર ઉગાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ કાશ્મીરી કેસરની ખેતી અહીં એક ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે. યુવા ખેડૂતે આ કમાલ કર્યો છે. જેમાં પ્રથમ વખત કરી કેસરની ખેતી કાશ્મીરને બદલે કોલ્ડ સ્ટોરેજમાં કરવામાં આવી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી યુવા ખેડૂત દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે. જે ખેતી ક્ષેત્રે મહત્વનો ગણી શકાય. .
કેસરનું નામ આવે તો કાશ્મીર જ દેખાય. ઠંડીમાં લહેરાતા કેસરના ખેતરો અને કાશ્મીર કેટલાક અંશે આ કેસરને કારણે પણ સમૃદ્ધ છે. એવું કહેવાય કે, કેસર તો કાશ્મીરમાં જ ઉગે પરંતું આ ખ્યાલને રાજકોટના એક ખેડૂતે ખોટા સાબિત કર્યો છે.
લહેરાતા ખેતરો નહીં પરંતુ બંધ રૂમમાં ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો. જેમાં ઠંડી હવા અને કાશ્મીરની વાદીઓ નહીં. પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગોંડલના ખેડૂતે અહીં જ કેસર ઉગાડ્યું છે. હવે કાશ્મીરનું કેસર ગોંડલમાં પણ ઉગવા લાગ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગોંડલના યુવા ખેડૂતે નવતર પ્રયોગ કર્યો છે.
કેસર, શીત કટ્ટીબંધ આબોહવામાં થતો પાક હોવાથી તેમણે એક કોલ્ડ સ્ટોરેજ તૈયાર કર્યું. સાગનું લાકડું, એર કન્ડિશનર, કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢવા માટેના મશીન લગાવ્યા અને કેસર ઉગાડ્યું.
આ પણ વાંચો : કૃષિ સલાહ: ખેડૂતોએ જુદા-જુદા પાકમાં આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, પાક ઉત્પાદનમાં થશે વધારો
કોરોના કાળના લોકડાઉન સમયે આ ખેડૂતે ખેતીનાં નવા નવા વિષયો પર વીડિયો જોયા હતા. ત્યારથી મનમાં કેસરની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો અને તેનો સફળ પ્રયોગ પણ કર્યો છે. સામાન્ય રીતે કેસરની ખેતીમાં વર્ષમાં એક જ વખત ફ્લાવરિંગ આવે છે. હવે આ યુવા ખેડૂત વર્ષમાં બેથી ત્રણ વખત ફ્લાવરિંગ કઈ રીતે લઈ શકાય, તેના પર કામ કરી રહ્યા છે.