AHMEDABAD : કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સિદ્ધી, ચાર મહિનામાં 156 પેટન્ટ અને IP ફાઇલ કરી વિક્રમ સર્જ્યો

Karnavati University : રાજ્ય સરકારની SSIP પોલિસી હેઠળ કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પેટન્ટ અને IPR ફાઇલ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:26 AM

AHMEDABAD : કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચાર મહિનામાં 156 પેટન્ટ અને IP ફાઇલ કરી વિક્રમ સર્જ્યો છે.. રાજ્ય સરકારની સ્તુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) હેઠળ પેટન્ટ અને IPR ફાઇલ કર્યા છે, જેમાં 7 પેટન્ટ, 77 ડિઝાઇન IP, 59 કોપીરાઇટ અને 13 ટ્રેડમાર્ક ફાઇલ કર્યા છે.આટલા ટૂંકા ગાળામાં વિદ્યાર્થીઓના ઇનોવેશનને પેટન્ટ અને IPR મળતાં શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી.પેટન્ટ અને IPR ફાઇલ કરનાર વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાનગી યુનિવર્સિટી એકટનો વિરોધ કરનારાઓને ટોણો માર્યો હતો.તેમણે કહ્યું કે ટીકા કરનારાઓ ખાનગી યુનિવર્સિટીઓની મુલાકાત કરતા નથી, હરિફાઈના સમયમાં બદલાવ જરૂરી છે.

આ પણ વાંચો : Edible Oil Price: ખાદ્ય તેલ સસ્તું કરવા સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય , જાણો કેટલું સસ્તું થશે તેલ

આ પણ વાંચો : India Forex Reserves : વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલા ડોલર જમા થયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">