AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oil Price: ખાદ્ય તેલ સસ્તું કરવા સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય , જાણો કેટલું સસ્તું થશે તેલ

નાણાં મંત્રાલયે (Finance Ministry) એ જારી કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કાચા પામ ઓઇલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે જ્યારે કાચા સોયા ઓઇલ અને કાચા સનફલાવર ઓઇલ પર તેને 7.5 ટકાથી ઘટાડીને 2.5 કરી દેવામાં આવી છે. આ સૂચનાનું પાલન લાગુ થઈ ગયું છે.

Edible Oil Price:  ખાદ્ય તેલ સસ્તું કરવા સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય , જાણો કેટલું સસ્તું થશે તેલ
important decision taken by the government to make edible oil cheaper
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:13 AM
Share

મોદી સરકારે(PM Modi Goverment) ખાદ્યતેલના વધતા ભાવ ઉપર નિયંત્રણ લાવવા માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલોના છૂટક ભાવ ઘટાડવા પામ તેલ(Palm Oil), સોયા તેલ(Soya Oil) અને સૂર્યમુખી તેલ (Sunflower oil) પરની બેઝ કસ્ટમ ડ્યૂટીમાં(Custom Duties) ઘટાડો કર્યો છે.

નાણાં મંત્રાલયે (Finance Ministry) એ જારી કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કાચા પામ ઓઇલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે જ્યારે કાચા સોયા ઓઇલ અને કાચા સનફલાવર ઓઇલ પર તેને 7.5 ટકાથી ઘટાડીને 2.5 કરી દેવામાં આવી છે. આ સૂચનાનું પાલન લાગુ થઈ ગયું છે.

છૂટક ભાવમાં 4-5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થઈ શકે છે સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (SEA) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે ટેક્સ ડ્યુટીમાં આ ઘટાડા સાથે પામ ઓઇલ, સોયા ઓઇલ અને સનફ્લાવર ઓઇલ પર અસરકારક ડ્યુટી ઘટીને 24.75 ટકા થશે, જ્યારે રિફાઇન્ડ પામ ઓઇલ, સોયા ઓઇલ અને સનફલાવર ઓઇલ પર અસરકારક ડ્યુટી 35.75 ટકા રહેશે. તેમણે ઉમેયું કે નવા કાપ સાથે ખાદ્યતેલોના છૂટક ભાવ 4-5 રૂપિયા પ્રતિ લિટર ઘટી શકે છે.

તેમણે કહ્યું કે સામાન્ય રીતે એવું પણ જોવા મળે છે કે ભારતની આયાત ડ્યૂટી ઘટાડ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધે છે તેથી ખાદ્યતેલના ભાવ પર આ કાપની વાસ્તવિક અસર બેથી ત્રણ રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. આ ઉપરાંત સરકારે ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે રેપસીડ (સરસવની વિવિધતા) ની આયાત ડ્યૂટી પણ ઘટાડવી જોઈએ.

SEA મુજબ નવેમ્બર -2020 થી જુલાઈ -2021 દરમિયાન વનસ્પતિ તેલ (ખાદ્ય અને બિન-ખાદ્ય તેલ) ની કુલ આયાત બે ટકા ઘટીને 96,54,636 ટન થઈ છે, જે અગાઉના સમાન સમયગાળામાં(નવેમ્બર-ઓક્ટોબર) 98,25,433 ટન હતું. સપ્લાય વધારવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ (CBIC) એ ગયા મહિને કાચા સોયા તેલ અને સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટીને 7.5 ટકા કરી દીધી હતી.

આ પણ વાંચો :  India Forex Reserves : વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલા ડોલર જમા થયા

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા કે સસ્તા ? આ રીતે જાણો તમારા શહેરમાં ઇંધણના લેટેસ્ટ રેટ

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">